________________
જિનશાસનન
૪૦૧
પછીથી તે દિલ્હીમાં દલાલીનો વ્યવસાય કરતા રહ્યા. પિતાના સરળ તથા સનેહભર્યા વ્યવહાર તથા શ્રેષ્ઠ આચરણને કારણે તેઓ જલદી મુખ્ય મુખ્ય વ્યાપારીઓના પ્રિય પાત્ર બની ગયા અને તેમની દલાલીને વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો.
લગભગ ૨૭ વર્ષની અવસ્થામાં ભાઈ ચીમનલાલને વિવાહ રાજરાનીદેવીની સાથે થયે.
તેમના ત્રણ પુત્ર–અનિલ, સુનીલ અને પ્રવીણ છે.
તપસ્વી આચાર્ય શ્રી વિજયપ્રકાશચંદ્ર ઉપધાનની માળા પ્રસંગે પધારવા તથા ઉત્તરપ્રદેશ મહાસભાના અધિવેશનમાં પધારવા આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીને મહાસભાના કાર્યકર્તાઓએ આગ્રહભરી વિનંતી કરી. આચાર્યશ્રી હસ્તિનાપુર પધાર્યા. માળના મંગલમય દિવસે ભાઈશ્રી ચીમનલાલે સજોડે ઊભા થઈને ચોથા બ્રહ્મચર્યવ્રતની બાધા લીધી હતી. આચાર્યશ્રીએ તેમને મંગળ આશીર્વાદ આપ્યા હતા અને તપ, ત્યાગ અને સંયમમાં રહેવા પ્રેરણ આપી હતી.
લગ્ન પછી ૯ વર્ષ પછી સં. ૨૦૧૮માં ભાઈ ચીમનલાલે વિધિ સહિત આજન્મ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું હતું. સમાજની સતત સેવા કરતા રહેવાના સંકલ્પથી ભાઈ ચીમનલાલનું માનસ આર્થિક પ્રલેભનના બંધનમાં બધાઈ રહ્યું નહોતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org