________________
૩૯૨
જિનશાસનન
લાગી રહેતી હતી. લાલા કુંજલાલજી ગુરુભકતે ૧૨૧ મણની ઘીની બોલી બોલીને ક૯પસૂત્ર વહરાવ્યું. પાંચ ભાગ્યશાળીઓએ બેલી બેલીને જ્ઞાન પૂજા કરી.
દિનપ્રતિદિન ધાર્મિક ભાવ ચઢતા રહ્યા. દાન આદિની ભાવના પણ વધતી રહી. હજારો રૂપિયાની બેલી બેલાઈ રહી. જન્મમહિમા ખૂબ ધામધૂમ અને આનંદ ઉલાસથી ઉજવાશે. સ્વપ્ન આદિની બોલીઓમાં દરેક સ્થાનની બેલીઓમાં વૃદ્ધિ થતી રહી.
આદીશ્વરજી ધર્મશાળામાં ૪૦૦ મણની પારણાની બેલી થઈ કમાટીપુરામાં ૭૧૦૦ મણની બેલી થઈ. અન્યત્ર પણ ધર્મભાવના પ્રશંસનીય રહી. - સં. ૨૦૨૬ ભાદરવા સુદ ત્રીજ તા. ૪–૯–૭૦ શુક્રવારના મહાતપસ્વી શ્રી અનેકાન્તવિજ્યજીના ૫૧ ઉપવાસ પૂરા થયા. તેમની ૭૧ ઉપવાસની ભાવના છે. બિકાનેરમાં તેમણે પ૧ ઉપવાસ કર્યા હતા. તેના ઉપલક્ષમાં બિકાનેર શ્રીસંઘ સાધર્મિક બંધુઓની સહાયતાને માટે ૬૫ હજાર રૂપિયા એકત્ર કર્યા હતા.
લુણાવામાં તપસ્વીજીએ ૬૧ ઉપવાસ કર્યા હતા ત્યાં પણ એકાવન હજારનું ફંડ થયું હતું. તે વખતે અમદાવાદમાં હિંદુ-મુસલમાનનું હુલ્લડ થવાથી કેટલાક ભાઈઓ મુંબઈથી લુણાવા પહોંચી શક્યા નહોતા. નહિ તે ફંડ વધારે થવાની સંભાવના હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org