________________
૩૮૨
જિનશાસનન
શિવાજીની રણયાત્રાની જેમ સમુદ્રની આ સેવાયાત્રાશતાબ્દી યાત્રા, ગુરુભકિતયાત્રા હેઈને ઉદાસી અને સંકીર્ણતાની સેનાએ પરાજિત થઈ ગઈ.
જૈનધર્મની સાર્વભૌમિકતા, ઉદારતા અને માનવતાની વિજયગાથા આજ વિશ્વવિજયી થશે. સમુદ્રની વિશાળ અગાધતાને આજે સૌને પરિચય થશે. કઈ પણ સાચા જૈન સંતની કીતિનાં તેજકિરણે આજ દિગંતને પ્રકાશિત
કરશે.
આ રીતે ગુરુવલ્લભના લાડીલા ભાયખલા પધાર્યા. ગુરુવર તે શાન્તિપૂર્વક પ્રવેશ આદિને પક્ષપાતી હતા. પરંતુ ભક્તજને માનવાવાળા ક્યાં હતા ! વર્ષાને કારણે થડે સમય રોકાવું પડયું. વર્ષ રહી જતા ભાઈ રસિકલાલ કેરા અને લાલા વિલાયતીલાલજી આદિ આગેવાને આવી ને કહેવા લાગ્યા કે અપાર મેદની આપશ્રીની પ્રતીક્ષામાં છે. પ્રવેશત્સવની શોભા વધી રહી છે. માનવમહેરામણ ઊમટી આવ્યું છે. કૃપા કરી પધારે. ‘હમ ભક્તન કે ભકત હમારે’ અનુસાર ગુરુવર પ્રવેશોત્સવ માટે પધાર્યા. જયનાદથી ગગન ગુંજી ઊઠયું. ભાયખલાને પ્રવેશોત્સવ અનુપમ હતો. તેની કીર્તિગાથા તરફ ગવાઈ રહી હતી.
આજ ન્યાયાંનિદ્ધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની નિર્વાણજયંતી હેવાથી ઉપાશ્રયમાં આગમપ્રભાકરશ્રી પુણ્યવિજયજી મહારાજની અધ્યક્ષતામાં ગુણાનુવાદ સભા થઈ હતી. આગમપ્રભાકરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org