________________
જિનશાસનન
૩૭૭
સમાજોદ્ધારક આચાર્યદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આ ત્રિપુટીરત્નો આ યુગના મહાપુરુષ છે. - આ ત્રણે મહાત્માઓમાં અમદાવાદ સાધુ સંમેલન તથા અન્ય અવસર પર ભારે પ્રેમભાવ હતે. આજ પણ બધા સંપ્રદાયમાં પ્રેમભાવ જાગ્રત થઈ જાય તે જૈન સમા જની સૂરત ચમકી ઊઠે, સુરત નગરનું નામ અમર અમર થઈ જાય. સાવશ્રી પલતાજીએ ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા કરી હતી. તે તપશ્ચર્યાની ખુશીમાં મહાન ઉત્સવ ઊજવા હતે.
સૂરતમાં આગમ મંદિર એક પુણ્ય સ્થાન અને અલૌકિક સ્થાન છે. ૪૫ આગમ મૂળ તામ્રપત્રો પર કરાયેલ દર્શનીય છે. અહીનું જ્ઞાનમંદિર પણ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્ઞાનમંદિરમાં આચાર્યદેવશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયવિજ્ઞાન સૂરિજી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત છે.
વિશાખ વદિ ૧૨ તા. ૨–૫- ૭૦ ના રોજ વડા ચૌટા ઉપાશ્રયમાં પધાર્યા. ગુરુમહારાજ તથા અન્ય મુનિરાજેનાં શતાબ્દી પર ભાષણ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org