________________
જિનશાસનરત્ન
૩૬૫
ખિકાનેરની કાચર મંડળી તથા પંજામની ભજનમડળીઓનાં ભજને થયાં. મુનિરાજ શ્રો વલ્રભદત્તવિજયજી મહારાજે શતાબ્દીના વિષયમાં એજસ્વી ભાષણ કર્યુ. ગુરુદેવે ફાલ્ગુન માસની સંક્રાંતિ સ ંભળાવી. ઢાશિયારપુરવાળાલાલા શાંતિસ્વરૂપજી તથા લાલારતનચંદજીએ સંક્રાંતિ ભજન સભળાવ્યાં. શેઠે પ્રસન્નચંદજી કોચરે બધાના ખૂબ ખૂબ આભાર માન્યેા. આ રીતે તે દિવસની સભા મગળકારી રહી. દાદાજીના દર્શન-વંદન-યાત્રા આદિથી ખૂખ ખૂબ આનંદ થયા. બધા મંદિર તથા ધ સ્થાપના દન કર્યાં, તેમ જ નિરીક્ષણ કર્યું.
દાદાગુરુ શ્રી વિજયાનંદજીસૂરિ મહારાજજીની પ્રાતિમા શત્રુંજય તીર્થ પર દાદાગુરુના પ્રશિષ્ય શાંત મૂર્તિ મુનિરાજ શ્રી હું સવિજયજી મહારાજના સદૃઉપદેશથી દાદાગુરુની સ્મૃતિ અમર રાખવાને માટે આદીશ્વરદાદાની મૂળ ટૂંકમાં દાદાગુરુની મૂતિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ નાક પાસેથી જરા ખંડિત થઈ જવાથી ધાતુની નવી પ્રતિમા તૈયાર કરાવીને સં. ૨૦૦૮ વૈશાખ વિદમાં પૂર્વ પ્રતિમાનું ઉત્થાપન કરાવીને આ નવી મૂર્તિ ગુજરાનવાલાનિવાસી (હાલ ખાલા) રાયસાહેમ લાલા પ્યારેલાલજીના શુભ હસ્તે વિરાજમાન કરવામાં આવી હતી. સવત ૨૦૨૩માં શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઈની પ્રેરણાથી દાદાના મંદિરની ભવ્યતા તથા કલાત્મકતાની વૃદ્ધિની ભાવનાથી કેટલીક મુતિઓનું ઉત્થાપન કરવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org