________________
:
4
Eલ ૮૦. મરુધર રત્નની
ધર્મસમૃદ્ધિ
Nilesh
*
આપણા ચરિત્રનાયક ગુરુદેવ રાજસ્થાન મેવાડ પ્રદેશ, સિરોહી આદિને પાવન કરતાં કરતાં મારવાડ-ગોડવાડની ભૂમિમાં પધાર્યા.
ભક્તચાતક દીર્ઘકાળથી પ્યાસા હતા. તેઓની તૃષા શાંત થઈ અને જીવનદર્શન પ્રાપ્ત થયું.
જાલોર, પાલી, સિરોહી મંડળ તેમ જ અન્ય મંડળના ભાગ્ય જગાવતાં જગાવતાં, ધર્મને શંખ બજાવતાં બજાવતાં ગુરુવર વિહાર કરતા રહ્યા. છેવટે ચાતુર્માસ લુણાવામાં નિશ્ચિત થયું.
આ લાવણ્ય ભૂમિનાં લાખ લાખ ભાગ્ય જાગ્યાં. પુણ્યના સિન્દુરની લાલિમા ગેડવાડમાં સર્વત્ર છવાઈ ગઈ લીલા લહેરથી લુણાવાનું ઉપવન લહરી ઊઠયું.
ભક્તોનાં હૃદયકમળ અજ્ઞાન-તિમિર-તરણી ગુરુદેવના પ્રતિનિધિની દેદીપ્યમાન પ્રભાથી ખીલી ઊઠયાં.
વર્ષાઋતુએ ઋતુરાજની સજાવટ શેભાવી દીધી. દિશાએ જયઘોષથી ગુંજિત થઈ ગઈ તે ગુંજનની પ્રતિસ્પર્ધા કરવાને માટે પૃથ્વી પર મયુર કેકારવ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org