________________
ીિ ૭૬ બિકાનેરમાં
શાસન પ્રભાવના
ગુરુભક્ત શેઠ સેહનલાલજી કર્ણાવટના અતિ આગ્રહથી તેમની સહન કેડી પર જેઠ સુદિ બીજના રોજ સ્થિરતા કરી. ત્રીજને દિવસે શેઠશ્રી ભૈરદાનજી શેઠિયાની કેડી પર પધાર્યા. અહીં દર્શનાર્થે ઘણાં ભાઈ–બહેને આવ્યાં હતાં.
શેઠિયાજીના સુપુત્ર શ્રી જગરાજજીએ ગુરુવારના ગુણોનું વર્ણન કર્યું. શ્રીમતી છે. લલિતાદેવીનું પણ ભાવવાહી ભાષણ થયું. જેઠ શુદિ ચોથના દિવસે શેઠ ભૈરેદાનજી શેડિયાની કેડીથી તપાગચ્છ દાદાવાડીમાં આવ્યા. અહીં આ બે દિવસ ભારે રોનક રહી. કોચર મંડળીએ. ધૂમધામથી પૂજા ભણાવી અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. દાદાવાડીમાં ભગવાનનું મંદિર તથા ગુરુમંદિર પણ છે. સ્થિરતા કરવાને માટે બે વિશાળ હોલ પણ છે. ગુરુમંદિરમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ તથા જગદ્ગુરુ આચાર્યદેવ અકબરપ્રતિબંધક શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ તેમ જ પંજાબદેશદ્ધારક ન્યાયનિધિ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજ તથા પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલલભસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org