________________
-૨૮૬
- જિનશાસનરત્ન
તથા તેમનાં ધર્મપત્ની, શ્રી પિસ્ટ માસ્તર તથા તેમનાં -ધર્મપત્ની આદિ અનેક અજન ભાઈ-બહેનોએ તપશ્ચર્યા આદિ ધર્મકાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે.
સંવત્સરી ક્ષમાપનાર્થ બહારથી અનેક ભાઈઓ આવ્યા હતા. દિલ્હીનિવાસીઓની દિલ્હી પધારવાને માટે ભાવપૂર્ણ વિનંતિ થઈ. કારણ કે દિલ્હીમાં નવીન ઉપાશ્રયનું નિર્માણ થઈ રહ્યું હતું. આગ્રાના ભાઈઓએ પણ ચાતુર્માસ માટે વિનંતિ કરી.
ગૌહત્યાવિરોધી સભામાં ગુરુદેવે કહ્યું કે જે પાકિ. કસ્તાન અને અફઘાનિસ્તાન ગૌહત્યા બંધ કરી શકે છે તે ગાયને માતા કહેવાવાળા આપણે આપણું ભારતમાં ગૌહત્યા બંધ કેમ નથી કરી શકતા ?
હજરતપુર ગામમાં સરકાર કતલખાનું કરી રહી છે તેના વિરોધમાં સભા થઈ.
પંજાબકેસરી મહારાજની જયંતી, મકરસંક્રાતિ ઉત્સવ ખૂબ ઠાઠમાઠથી ઊજવાયા. મુરાદાબાદથી પં. હંસરાજજી તથા અશ્વિનીકુમારના આવવાથી સંગીત આદિને કાર્યક્રમ ખૂબ રસપ્રદ તથા રોચક રહ્યો. બિકાનેર, લુધિયાનાના ભાઈઓએ પોતાના નગરમાં પધારવા માટે વિનંતી કરી.
માગશર શુદિ અગિયારશનો દિવસ ત્રિવેણી સંગમ બની રહ્યો. જીનેશ્વર ભગવંતના ૧૫૦ કલ્યાણ આ દિવસે થયાં. સ્થાનીય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org