________________
જિનશાસનની
૨૮૫
અહીંના ઘણા ભાઈઓ વ્યાપારધંધા અર્થે બહાર ચાલ્યા ગયા છે. આ સમયે અહીં માત્ર ૨૦ લગભગ ઘર છે, પરંતુ પ્રત્યેક ધર્મકાર્ય ખૂબ ઉત્સાહપૂર્વક થયું. વ્યાખ્યાન આદિમાં અજૈન ભાઈએ પણ બહુ મોટી સંખ્યામાં ભાગ લેતા રહ્યા. વિહારના સમયે તે અજૈનેની બહુ મોટી સંખ્યા આવી હતી.
રાત્રિના નગર બહાર ચોખાની મિલમાં સ્થિરતા કરી. અહીંથી વિહાર કરીને તલવંડી થઈને કેર પહોંચ્યા. ત્યાંથી મોગા આદિ થઈને લુધિયાના પહોંચ્યા.
શ્રીસંઘે ખૂબ ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. પચરંગી તપસ્યા, અક્ષયનિધિ તપસ્યા, કારાય નમઃ મંત્ર તથા નવકાર મંત્રના નવ લાખ જાપ આદિ ક્રિયાઓ ખૂબ ભાવપૂર્વક થઈ.
ગુરુ મહારાજની અધ્યક્ષતામાં સમસ્ત ભારતમાં ગૌહત્યા બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યું અને તે પ્રસ્તાવ ભારત સરકારને મોકલવામાં આવ્યા.
પર્યુષણ પર્વ સાનંદ સમાપ્ત થયાં. પંજાબ નેશનલ બેંકના મેનેજર શ્રી વાસુદેવજી તથા તેમનાં ધર્મપત્ની સાવિત્રીદેવી તથા સુપુત્રી રેણુકાદેવીએ ઉપવાસ કર્યા. લાલા ચીમનલાલ અગ્રવાલ, ભાઈ તરસેમકુમારજી અગ્રવાલ, લાલા લાભચંદજી ક્ષત્રી, લાલા બાબુરામજી સનાતનધમ, તેમનાં ધર્મપત્ની સુહાગવતી, લાલા દેશરાજજી અગ્રવાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org