________________
જિનશાસનરત્ન
૨૮૩. ગુરુ મહારાજે દર્શાવ્યું કે અમે તે લહરા ગામમાં લહેર જેવાને માટે અહીં ચાતુર્માસ કર્યું છે. એટલે કે દાદા ગુરુ ભગવંતનું સ્મારક શીઘ્ર નિર્માણ થવું જોઈએ.
શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ લાલા મેઘ રાજજીએ વચન આપ્યું કે આ કાર્ય જલદીમાં જલદી પૂર્ણ થશે.
નિર્ણય થશે કે આ લહેરા ગામના મારક માટે સમસ્ત પંજાબમાંથી ફંડ એકત્ર કરવું.
ડૉકટર લાલા હંસરાજજી સાહેબ રાધાસ્વામી અહીંની મ્યુનિસિપાલિટીના ચેરમેન છે. ગુરુ મહારાજના પ્રેરણાત્મક ઉપદેશથી તેમણે પર્યુષણના આઠે દિવસોમાં કતલખાનાં બંધ. રાખવાને પ્રસ્તાવ પાસ કરાવ્યું. વળી વચન આપ્યું કે આ ધર્મકાર્ય પ્રતિવર્ષને માટે થઈ રહેશે.
અહીંના ચાતુર્માસમાં ખાસ કરીને અજૈન ભક્તોએ ખૂબ ખૂબ ધર્મલાભ લીધે. બાબુ વાસુદેવજી આહુજાનાં ધર્મપત્ની શ્રીમતી સાવિત્રીદેવી તથા શ્રી તિલકરાજજી અરોડા પિસ્ટ માસ્તર સાહેબ આદિએ અનેક અવસર પર ધાર્મિક ક્રિયાઓમાં ભાગ લીધે અને ધર્મલાભ મેળવ્યું. તથા તેમના સુપુત્ર ચિ. ભાઈ મહેશ તથા ચિ. ભાઈ નરેશ, તથા સુપુત્રી રેણુકા બધાં ધર્માનુરાગી બન્યાં. વ્યાખ્યાન સાંભળવું, એ મંદિરમાં દર્શન, વન્દન, સેવાપૂજા આદિ ધર્મકાર્ય કરવા. લાગ્યાં. ધર્માત્મા સાવિત્રીદેવીએ તે નવ લાખ મંત્રજાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org