________________
૨૭૬
જિનશાસનને માત્ર છે. પરંતુ સ્થાનકવાસી શ્રાવકની સંખ્યા વિશેષ છે. ધર્મપ્રવચનેને લાભ અને પૂર્ણ રૂપથી લેતા રહે છે.
અમૃતસરમાં એક (પંજાબ) વિશેષ અનુકરણીય દશ્ય જે. અહીં સ્થાનકવાસી જૈન બંધુઓએ ભારે ઉદારતાથી હરિજનનાં દસ-બાર ઘરોને અપનાવ્યાં છે. તેઓ વ્યા
ખ્યાનમાં આવે છે. બધાની સાથે મળેહળે છે. સામાયિક વગેરે પણ કરે છે. અને એક હરિજનભાઈ પુસ્તકાલયના સેક્રેટરી પણ છે. કદી કદી સાધુમહાત્મા તેઓને ત્યાં ગેચરી માટે પણ જાય છે.
જૈન સમાજ માટે આ એક ગૌરવ લેવા જે અનુપમ અનુકરણીય પ્રસંગ કહેવાય. અમૃતસસ્થી ગુરુદેવ પટ્ટી પધાર્યા. બેન્ડવાજા સાથે અત્યંત ઉલાસપૂર્વક પ્રવેશ થશે.
અહીં નવા મંદિરની પ્રતિષ્ઠા સં. ૨૦૨૨ ફાગણ શુદિ ત્રીજના રોજ ગુરુદેવનાં કરકમલેથી ધૂમધામથી થઈ. વિધિવિધાન કરાવવાને માટે અમદાવાદથી સંગીતવિશારદ ભાઈશ્રી ભૂરાભાઈ ફૂલચંદ આવ્યા હતા. પ્રતિષ્ઠા પછી સાંજના ગણિવર્ય શ્રી જનકવિજયજી તથા મુનિ જયન્તવિજ્યજીએ વિહાર કર્યો.
આપણું ચરિત્રનાયક પટ્ટીથી વિહાર કરીને ગ્રામાનુ ગ્રામ વિચરતા જીરાનગર પધાર્યા. અહીંથી દાદા ગુરુ મહારાજના જન્મસ્થાન લહેરામાં પધાર્યા. બહારથી અનેક ભક્તગણુ “સુનતે હૈ આત્મારામકી લાખે અમર કહાનિયાં ગાતા ગાતા પહોંચી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org