________________
જિનશાસનન
૨૬૩
ભાવના છે છતાં દિલ્હી મારા હૃદયમાં છે–પછી તે જેવું જ્ઞાની મહારાજે જ્ઞાનમાં જોયું હશે તેમ જ થશે.
અહીં કરોડપતિ શેઠ, ઓનરરી મેજિસ્ટ્રેટ શ્રી રમેશકાન્તજીની વિનંતિને માન આપીને તેમના દ્વારા સંચાલિત બાલમંદિરનું નિરીક્ષણ કર્યું.
શ્રી જયવિજયજી મહારાજ(પન્યાસ)નું પ્રવચન થયું તથા ગુરુ મહારાજે માંગલિક સંભળાવ્યું.
અહીંથી બુરહાનપુર, ગજરૌલા, નાનપુર, પરીક્ષિતગણું, મવાના થઈને હસ્તિનાપુર પધાર્યા.
અનેક તપસ્વી ભાઈબહેનનાં અક્ષયતૃતીયાનાં પારણાં આનંદપૂર્વક થયાં. મુંબઈ, અમદાવાદ, કલકત્તા, મદ્રાસ, પટણા, પંજાબ, રાજસ્થાન વગેરે જગ્યાએથી લગભગ એક હજાર ભાઈબહેન આવ્યાં હતાં. ખૂબ આનંદમંગળનું વાતાવરણું રહ્યું.
" અહીંથી કમાલ, મુજફરનગર થઈને સહરાનપુર પધાર્યા. અહીં વૃષભ જયેષ્ઠ માસની સંક્રાતિ ઊજવવામાં આવી. દિગંબર વિદ્વાન શ્રી દિગંબરદાસજીએ સમેતશિખરના ઝઘડા વિષય પર ભાષણ આપ્યું. ગુરુવરે દર્શાવ્યું કે અમારે માટે તે પ્રત્યેક જૈન મહાવીર પ્રભુનું સંતાન છે.
તીર્થક્ષેત્રેના ઝઘડાઓથી અન્ય સંપ્રદાયમાં આપણું હાંસી થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org