________________
૨૩૬
જિનશાસનન
અહીં પણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. ગણિ શ્રી જનકવિજયજી વસ્તુપાળ તેજપાળ ચરિત્ર વ્યાખ્યાનમાં વાંચતા હતા.
સુંદર નદીને કિનારે, આમ્રકુંજની હરિયાળી, કાંગડાતીર્થનું પ્રવેશદ્વાર, હેશિયારપુરમાં આ રમણીય છે. આજ ગુરુવરનાં ચરણોથી પવિત્ર થયેલ હોશિયારપુરીની હેશિયારીમાં ચાર ચાંદ લાગી ગયા. નદી તે સમુદ્રની પાસે જાય છે. આજ સમુદ્ર સ્વયં નદીના તટ પર આવી ગયા છે.
હેશિયારપુર, ધન્ય છે તારું ભાગ્ય ! અહીં અનેક જાતની ધર્મપ્રભાવના થી સંકાન્તિ, પર્યુષણ પર્વ, જયંતીએ આદિ અત્યંત આનંદઉલ્લાસપૂર્વક થયાં.
જમુના જિનાલયના જીર્ણોદ્ધાર માટે ગુરુભક્ત ભાઈ રસિકલાલ કેરાએ પ્રેરણા આપી. પંજાબ સરકારની ઈંડાં આપવાની યોજનાને વિરોધ કરવાને માટે એક સુદઢ મકકમ રચનાત્મક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યું.
આ પહેલાં જડિયાલા ગુરુ, કપૂરથલા તથા જાલંધર આદિમાં તેના વિરોધમાં પ્રસ્તાવ પસાર થયા હતા.
અહીં દઢ સંકલ્પ કરવામાં આવ્યો કે તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી પ્રતાપસિંહ કરીને નમાવીને જ રહીશું.
બધાના ધ્યાનમાં હતું કે મુખ્ય મંત્રીશ્રી પ્રતાપસિંહ કે શ્રી નહેરુજીના જમણા હાથ હતા. સાધારણ વાતેથી તેમને નમાવી શકાય તેમ નહોતું.
Jain Education International
For Private & Personal Use Only
FOT :
www.jainelibrary.org