________________
જિનશાસનરત્ન
૨૧૫
એ હજાર માઈલને ઉગ્ર વિહાર કરીને ગણિવર ઇન્દ્રવિજયજી ( આચાય) તથા તપસ્વી શ્રી રામવિજયજી સમેતશિખરની યાત્રા કરીને ગુરુમહારાજની સેવામાં લુધિયાના પહોંચી ગયા. તેએના ઉગ્ર વિહારની બધાએ ખૂબ ખૂબ પ્રશંસા કરી. સ્થાનકવાસી શમસંઘના પ્રધાનાચાય શ્રી પૂજ્ય આત્મારામજી મહારાજના શિષ્યરત્ન મુનિ હેમચંદ્રજીએ ઉત્તરાધ્યયન સૂત્રાદિ વીસ ધમ ગ્રંથ સ્થાનકવાસી શ્રીસંઘના પ્રધાન શ્રી પન્નાલાલજી સાથે માકલ્યા. આવે સ્નેહભાવ અને આવા મધુર મધુરના પરસ્પર વ્યવહારથી ગુરુદેવને મનમયૂર નાચી ઊઠયો. ગુરુદેવના મનમાં ઉચ્ચ આદર્શની ભાવના જાગી કે આવી ભાવના બધા સપ્રદાચેમાં સ્થાપિત થાય તેા વત માન કાળમાં જગતભરમાં જૈનશાસનના જયજયકાર થઈ રહે.
સાત જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂવ ક થઈ. અઠમ આદિની સામૂહિક તપશ્ચર્યા થઈ.
મુંબઈ સરકારે મેટું કતલખાનું ખેાલવાના નિશ્ચય કર્યો હતેા. ગુરુમહારાજની નિશ્રામાં શ્રી આત્માનંદ જૈન સભા લુધિયાનાએ જોરદાર વિરોધ દર્શાવતા પ્રસ્તાવની નકલા મુંબઈના ગવન ર (રાજ્યપાલ) આદિને માકલી, આત્માનંદ જૈન મહાસભાએ પણ એવા જ વિધ પ્રસ્તાવ મેકલ્યેા હતે.
શ્રી વિનેાખાજી ભાવે આદિને પણ આ પ્રસ્તાવની નકલા મેકલવામાં આવી. અક્ષયનિધિ તપની આરાધના થઈ.
For Private & Personal Use Only.
Jain Education International
www.jainelibrary.org