________________
1
૫૫. ઉચ્ચ આદર્શ ભાવના
આપણા ચરિત્રનાયક ગુરુદેવ ગોવિન્દગઢ, આનંદપુર, શેરપુર આદિ ગ્રામામાં ધર્મોપદેશ કરતાં કરતાં અષાઢ સુદિ ખીજ તા. ૩-૭-૬૨ મગળવારના રોજ લુધિયાના પધાર્યા.
લુધિયાના ભારતના વિભાજન પછી ખરેખર જૈનપુરી તેમ જ ઉદ્યોગપુરીનું રૂપ ધારણ કરી ચૂકી છે. લુધિયાના શ્રીસ ંઘે ગુરુદેવને અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રવેશ કરાવ્યેા. સ્થાનકવાસી સમાજ તરફથી એસ, એસ. જૈન મિરાદરી(રજિસ્ટ)એ ગુરુદેવને અભિનંદનપત્ર સમર્પિત કર્યાં. શ્રીસંઘ પંજાબનું આ લુધિયાના બધી રીતે સાધનસંપન્ન ક્ષેત્ર છે.
દિલ્હી, અ'બાલા, લુધિયાના તથા આગ્રા આ ચાર નગર ઉત્તર ભારતમાં ગુરુમહારાજના ચાર કીત સ્તંભ છે.
અહીં જૈન હાઈસ્કૂલ, જૈન જ્ઞાનપીઠ આદિ સંસ્થાએ સુદર સેવા કરી રહેલ છે. પ્રવેશના સમય પછી વિશાલ મંડપની સભામાં સ્થાનકવાસી શ્રીસ ંઘે ગુરુદેવને અભિનંદનપુત્ર સમર્પિત કર્યાં.
લુધિયાનામાં અન્ને સમાજોમાં અતિ પ્રશંસનીય પ્રેમ જોવા મળે છે. જૈન ધમ તેમ જ સમાજને માટે આ પ્રેમસંબંધ અતિ ઉત્કષકારક તથા ગૌરવવૃદ્ધિનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org