________________
૨૧૨
જિનશાસનરઃ.
ઘણું ભાઈઓ આવ્યા હતા. બધાની ભક્તિ લાલા ગોકળચંદ બલવંતરાયે કરી હતી.
અહીંથી યમુનાનગર પધાર્યા. અહીં ત્રણ–ચાર ઘર લાહેરનિવાસી ભાઈઓનાં છે. તેમ જ ગુજરાનવાલાનિવાસી સ્થાનકવાસી ભાઈ એનાં અનેક ઘર છે. અહીં પણ સંકાન્તિ ઉત્સવ ઊજવાશે. અંબાલા, લુધિયાના, દિલહી. આદિના ઘણું ભાઈએ આવ્યા હતા. બહારથી આવેલા ભાઈઓની ભેજનાદિ વ્યવસ્થા ગુજરાવાલાનિવાસી સ્થાનકવાસી ભાઈએ કરી.
અહીંથી વિહાર કરી જગાધરી, સાઢૌરા આદિ થઈને અંબાલા પધાર્યા. અંબાલામાં ગુરુમહારાજની જયંતીના પ્રસંગ પર સ્થાનકવાસી વિદ્વાન સાધુશ્રી શુકલચંદ્રજી મહારાજ પધાર્યા અને સુંદર પ્રવચન કર્યું.
અંબાલામાં એક અને પ્રસંગ બની ગયે. વિશ્વ ધર્મ સંમેલનના પ્રેરક મુનિશ્રી સુશીલકુમારજી દિલ્હીથી અંબાલા પધારવાના હતા. અહી ગણી જનકવિજયજી મહા રાજ પણ દિલ્હીથી પધારવાના હતા. આ બન્ને મુનિરને પ્રવેશ અને શ્રીસંઘેએ મળીને અત્યંત સમારોહપૂર્વક કર્યો. પણ વિદ્વતુવર્યશ્રી સુશીલ મુનિ પહેલાં સ્થાનકમાં ન જતાં આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીના દર્શનાર્થે પધાર્યા પછી સ્થાનક ગયા. ધન્ય છે શ્રી સુશીલ મુનિરત્નની સુશીલતા, વિનમ્રતા તથા ગુરુદેવની ગંભીરતા. રત્નત્રયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org