________________
૨૦૯
જિનશાસનન વહેંચવામાં આવ્યું. હસ્તિનાપુરમાં શ્વેતાંબર જૈન મહાસભાનું પ્રથમ વાર્ષિક અધિવેશન થયું.
બહસૂમ, જાનસઠ, કબાલ આદિ તરફ વિહાર થ. તે અજન ભાઈઓએ ખૂબ લાભ લીધે. ગુરુદેવની પ્રેરણત્મક સુધાવાણીથી પ્રભાવિત થઈને અનેક ભાઈઓએ માંસમદિરા-જુગારનો ત્યાગ કર્યો અને કેટલાક શુભ નિયમ લીધા.
કબાલ હસ્તિનાપુરથી અંબાલા જતી વખતે રસ્તામાં આવે છે. અહીં દિગંબર જૈનેનાં માત્ર દસ ઘર છે. દિગંબર મંદિર પણ છે. અહીં પંદર દિવસની સ્થિરતા થઈ. આ ગામમાં મુસલમાન ભાઈઓની વિશેષ આબાદી છે. રાત્રિના મુનિશ્રી જયવિજયજી (પચાસ), મુનિશ્રી ન્યાયવિજયજી (પંન્યાસ) મહારાજનાં વ્યાખ્યાન થતાં હતાં. ગુરુદેવ પણ પ્રવચન કરતા હતા. ગુરુદેવનાં પ્રેરણાત્મક પ્રવચનેથી અહીંની જનતાએ સ્કૂલનું મકાન બનાવવાને નિર્ણય કર્યો. સાત હજાર લગભગ ફંડ પણ થઈ ગયું. સ્કૂલનું નામ શ્રી આત્મવલ્લભ સમુદ્ર રાખવા બધા ઈચ્છતા હતા. પરંતુ આપણા ચરિત્રનાયકે વિનમ્ર ભાવથી સ્પષ્ટ જણાવ્યું કે ગુરુદેવ પિતાનું નામ છતા નહતા. એ રીતે હું પણ બને ગુરુદેવેનું નામ ઈચ્છું છું. મારું નામ બિલકુલ ન આવવું જોઈએ. તેથી સ્કૂલનું નામ આમવલ્લભ રાખવામાં આવ્યું. પાંચ છ હજારની સહાય બહારથી પણ મેકલવામાં આવી. ગુરુ સમુદ્રની સમુદ્રતા તે જુઓ ! પિતાના નામની કીતિને ગુરુચરણોના કીર્તિ જળમાં નિમગ્ન કરવાની તેમની કેટલી બધી ઉત્કંઠા છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org