________________
જિનશાસનન
૧૯૩
વિજ્યજી (પન્યાસ) આદિ વિશાળ સમુદાય સાથે ગુરુદેવે પ્રવેશ કર્યો.
થોડા દિવસની સ્થિરતા પછી નાભા પધાર્યા. ગુરુમહારાજ પંજાબકેસરીના જીવન પ્રસંગમાં નાભા સાથે સંબંધ છે. એટલે નાભામાં આવતાં આ બધાં સંસ્મરણે જાગી ઊઠયાં. સ્થાનકવાસી તથા સનાતની ભાઈ એ પણ અનુપમ સ્વાગત કર્યું. લુધિયાનાથી ૨૦-૨૫ આગેવાન ભાઈએ લુધિયાના જલદી પધારવા વિનંતિ કરવા આવ્યા હતા. વિહાર કરીને લુધિયાનાની ભૂમિને પવિત્ર કરી.
લુધિયાના આજ જૈનપુરી તથા ઉદ્યોગનગરી છે. પ્રવેશત્સવ ભવ્ય હતે. જાલંધરથી ફીજી બેન્ડ આવ્યું હતું. વાયુયાનથી પુષ્પની વર્ષા કરવામાં આવી હતી, શહેરમાં સ્થાનકવાસી ભાઈ એની દુકાને પણ બંધ રાખ. વામાં આવી હતી. બંને સમાજોની એકતા જોઈને નવીન ઉત્થાનની કલપનાથી હૃદય આશાથી સભર બની ગયું હતું. વ્યાખ્યાનમાં શ્રી હેમમુનિજી, શ્રી જ્ઞાનમુનિજી આદિએ પધારીને પ્રેમનું વાતાવરણ નિર્માણ કર્યું હતું. ગણિ જનકવિજયજી તથા કેટલાયે વિદ્વાનોનાં ભાષણે થયાં.
ભજનમંડળીઓનાં સ્વાગત, ભજન તથા ભાષણ વગેરે
થયાં.
ગુરુમહારાજની સેવામાં સં. ૨૦૧૭ (ગુ.૨૦૧૬)ના ચૈત્ર સુદિ પ્રતિપદાને મંગળ દિવસે અભિનંદનપત્રો સમર્પિત કર્યા, ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org