________________
૪૫. જન્મભૂમિનું રટણ
પાલી મેં શુભ જન્મ લિયા, ઔર પાલી મેં ફિર આવે. આચાર્યશ્રી જન્મભૂમિ પાલીમાં પધાર્યા.
શ્રીસંઘે પિતાના ધર્મવીર લાડીલા લાલનો પ્રવેશમહોત્સવ ભારે સમારોહપૂર્વક કર્યો. વિવિધ દ્વાર પર વિવિધ આદર્શ સુવાક્યો, ધજા, પતાકા આદિ સુશોભિત લહેરાતાં હતાં.
પાલીના ચાતુર્માસમાં શેઠ કાનમલજી સંઘવીએ આયંબિલ ખાતામાં પચીસ હજારનું પિતાનું મકાન પ્રદાન કર્યું હતું. સ્થાનકવાસી સમાજના આગેવાન શેઠ મુકલાલજી વારિયાએ પચીસ હજાર રૂપિયા રોકડા પ્રદાન કર્યા હતા. કાર્તક સુદિ બીજના દિવસે ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરિજી મહારાજની જન્મજયંતી ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમો દ્વારા સમારોહ પૂર્વક ઊજવવામાં આવી હતી. - સુપ્રસિદ્ધ સંગીતવિશારદ લાલા ઘનશ્યામદાસ, ભાઈ એમ્પ્રકાશજી તથા લાલા રતનચંદ રિષભદાસ આદિ પધાર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org