________________
૧૬૦
જિનશાસન. તાનું સામ્રાજ્ય સ્થાપિત થયું. આબાલવૃદ્ધોમાં એકતાના આનંદની લહેર લહેરાણી.
ગણિવર્ય પન્યાસશ્રી જયવિજ્યજીના સંગઠન તથા -એક્તાના જોરદાર ઉપદેશ તથા ગુરુદેવની કૃપાથી એકતાની
સ્થાપના થઈ. પછી તે અંજનશલાકા તથા પ્રતિષ્ઠામહોત્સવ ખૂબ ઉલાસપૂર્વક થયાં.
ધણી ગ્રામના શ્રીસંઘમાં ત્રીસ ત્રીસ વર્ષથી કુસંપ ચાલી રહ્યો હતે. આપણું ગણિ જયવિજયજી(પન્યાસ)એ આ માટે પણ ખૂબ પ્રયાસ કર્યા અને એકતા સ્થાપન થઈ તેથી સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. આત્મવલ્લભ જૈન. પાઠશાળાની સ્થાપના થઈ.
ગુરુદેવે બાલી, લુણાવા, સેવાડી, બીજાપુર આદિ ગ્રામેને ધર્મબંધથી પ્લાવિત કરતાં કરતાં શ્રી સંઘને ઉપકૃત કર્યા.
ફાલના કૅલેજના પ્રાંગણમાં વિક્રમ સંવત ૨૦૧૫ ચૈત્ર સુદ ૧ તા. ૨૧-૩-૫૮ શુક્રવારના રોજ દાદાગુરુ, શ્રી વિજયાનંદસૂરીશ્વર મહારાજની જન્મજયંતી સમા-- રહપૂર્વક ઊજવવામાં આવી. ફાલના કૉલેજને ડિગ્રી કોલેજ બનાવવાનો નિર્ણય સંસ્થાની પ્રબંધક સમિતિ દ્વારા કરવામાં આવ્યું. સમિતિએ ગુરુમહારાજની સલાહ-સૂચનાને લાભ લીધે. ચાંદરાઈ નગરમાં સિદ્ધચક્રપૂજન, એની તથા અઠ્ઠાઈ મહોત્સવ થયા. ચાંદરાઈમાં શ્રી મહાવીર જયંતી સહર્ષ મનાવવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org