________________
જિનશાસનરને
૧૪૯
માટે પ્રવાહિત થતું રહેતું હતું. તેઓ પહેલાં પણ લાખનું દાન કરી ચૂકયા હતા. આવા દાનવારિધિ હેવાછતાં તેઓ વિનમ્ર, નિરભિમાની તેમ જ સાદાઈની મૂર્તિ હતા. ગુરુમહારાજના પ્રવેશ મહોત્સવમાં સ્વયં શેઠ સોહનલાલજી તથા તેમના અને કાકા જૈન ધર્મની દવજ લહેરાવતા ગુરુમહારાજની બને બાજુ ચાલી રહ્યા હતા. કે ગુરુપ્રેમ, કેવી નમ્રતા અને કેવી ધર્મભાવના ! ગુરુમહારાજ તથા બધાં ભાઈ-બહેને મંદિરમાં શ્રી પાર્શ્વનાથનાં દર્શન કરીને સભામંડપમાં પધાર્યા.
શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય વકાણાના અતિ વિશાલ નવ ભવનનું ઉદ્ઘાટન થવાનું હતું. આ પ્રસંગે જોધપુર, સાદડી, ફાલના, બીજોવા, મુંઢારા આદિ સ્થાનના અનેક ભાઈઓ તેમ જ બેન્ડવાજાં સ્વાગતને માટે તથા સમારંભમાં આવ્યાં હતાં.
આ અવસર પર અનેક સંમેલને થયાં. શ્રી ન્યાયાભેનિધિ દાદા ગુરુ ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની મૂ તિ શ્રીમાન શેઠ કપુરચંદજી એદરમલજી, દાનમલજી તથા લાલચંદજીએ પધરાવી. પંજાબકેસરી આચાર્ય મહારાજની ભવ્ય મૂર્તિ સાદડીનિવાસી શ્રી દીપચંદજી જીજમલજીનાં કરકમલે દ્વારા પધરાવવામાં આવી. મરુધરોદ્ધારક શ્રી વિજયલલિતસૂરિજી મહારાજની મૂર્તિ સાદડીનિવાસી શ્રી વિમલચંદજી સાગરમલજી, મૂલચંદજીનાં કરકમલે દ્વારા બિરાજમાન કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org