________________
- ૧૨ નમ્રતા વૃદ્ધિ પામે અને સંયમની પણ વૃદ્ધિ થાય, સેવાભાવી બનામ, ત્યાગવૃત્તિ વધે, ધર્મપ્રેમ પાંગરે, સદ્દબુદ્ધિથી જીવનને સાર્થક કરે તે દ્વારા સમાજના સસુત્થાન તથા ગક્ષેમ અને કલ્યાણ માટે પ્રયત્નશીલ રહે, આ ગુરુદેવની વાણુને જૈન શાસન આચાર્ય શ્રી વિજયસમુદ્રસરીશ્વરજી મહારાજે જીવનને કેમ બનાવ્યું છે અને બીજાં ભાઈ-બહેને પોતાના જીવનમાં ઉતારે તે માટે નમ્ર ભાવે શહેરે શહેરે-ગામેગામ વિચરી આદેશ આપી રહ્યા છે.
“જિનશાસનન” જીવનપ્રભાના લેખક શ્રી મહુવાકર પ્રસંગોના વૈવિધ્યને રસપ્રદ બનાવેલ છે. ચરિત્રના અનેક પ્રેરક પ્રસંગ માટે આકર્ષણીય, સુરેખ અને સુસ્પષ્ટ હાઈ વાંચવા વિચારવામાં યાદગાર થઈ પડે તેવી રીતે રેચક શૈલીમાં મૂક્યા છે.
આચર્યશ્રીને ધર્મ પ્રચાર માટે ગામેગામના પાદવિહાર પિતાની સગવડને બદલે પરોપકાર તરફ લક્ષ અને આત્મલઘુતાના અનેક રસપ્રદ પ્રેરક પ્રસંગો વાચકને આનંદ ઉપજાવે તેવા છે.
બધા ફિરકાના જેને અને અન્યધર્મ સજજોએ પણ પોતાની ભક્તિ આચાર્યશ્રી પ્રત્યે પ્રદર્શિત કર્યાના અનેક હદયસ્પર્શી પ્રસંગો લેખકે આ ગ્રંથમાં આલેખી આચાર્યશ્રીને સાચા સ્વરૂપે રજૂ કર્યા છે.
આ ચરિત્રમાં અનેક પ્રસંગોનાં વર્ણને આવે છે તેમાં આચર્યશ્રીનો પ્રદેશ પ્રદેશ–ગામેગામને વિહાર, જુદા જુદા ધર્મની અનેક વ્યક્તિઓના પરિચયોનું વૈવિધ્ય અને ધર્મ પ્રચાર તયા સમાજ ઉત્કર્ષની ભાવનાના પ્રસંગે રજૂ કરી આચાર્યશ્રીની જીવનપ્રભા પર સારે એ પ્રકાશ લેખકે પાડે છે. તે અનેક રીતે અભિનંદનને યોગ્ય છે. હકીક્ત રજૂ કરવા સાથે બેટી પ્રશંસા કે અતિશયોક્તિને સ્થાન આપેલું નથી. જેથી ચારિત્રનાયકની પ્રતિભાને ઉચિત અવકાશ, આ પુસ્તકમાં આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org