________________
જિનશાસનન
૧૪૩
સંચાલકની વિનતિને માન આપી સિથરતા કરી. અહીં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શ્રી બાબુલાલ મગનલાલ આદિ વલ્લભ વિહારમાં દર્શનાર્થે આવ્યા. અહીં સાધાર્મિક બંધુઓના ઉદ્ધારના વિષયમાં વાર્તાલાપ થયો. અહીં વ્યાખ્યાનમાં ગણિ શ્રી જનકવિજયજીએ અત્યંત ભાવપૂર્વક ઉ ધન કર્યું. તેમણે કહ્યું કે સારનાથમાં બુદ્ધજયંતીને ઉત્સવ કેટલા મેટા ઠાઠમાઠપૂર્વક ઊજવાઈ રહ્યો છે. જેનો ! જાગે! સમયને ઓળખે, યુગને અનુરૂપ સમાજકલ્યાણનાં કામ કરે. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જેમ જૈન ધર્મની સાર્વભૌમિકતાને દેશવિદેશમાં પ્રચાર કરો. આદીશ્વર દાદાની ભાવપૂર્વક યાત્રા કરી આપણું ચરિત્રનાયકે એક સારગર્ભિત પ્રવચન કર્યું સમાજ પ્રત્યેનું આ ઉદબોધન અમર રહેશે. પ્રવચનને સારા વિચાર પ્રેરક છે.
ભાગ્યશાળીએ ! શાસ્ત્રકારોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને કાર્ય કરવાનું ફરમાવ્યું છે. અમે કહીએ કે અઠ્ઠાઈ મહત્સવ કરે, વરઘોડા કાઢે, સાધમી વાત્સલ્ય નેકારશી કરે તો તે માટે આપ તૈયાર થઈ જશે. આ માટે જલ્દી ફંડ પણ થઈ જશે. પરંતુ કેઈ ગરીબ સાધમ બંધુ માટે તમે કેટલી ઉદારતા બતાવશે? આ વિચારશીલ પ્રશ્ન છે. આ સમયે બુદ્ધજયંતીને સમારોહ મુખ્યત્વે સારનાથ અને સાધારણ રીતે સમગ્ર ભારતમાં ઊજવાશે. જે બૌદ્ધોનું ભારતમાં અસ્તિત્વ જ નહોતું, તેની આજ બોલબાલા છે. નાગપુરમાં બે લાખ હિંદુ બૌદ્ધ બની ગયા. આપણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org