________________
૧૪૨
જિનશાસનરત્ન વરકાણ ઉત્સવ પર પહોંચવું છે. ગુરુદેવે પિતાની ભાવના દર્શાવી.
કૃપાસિંધુ! આપની વાત બરાબર છે. આપશ્રી કૃપા કરી જામનગર પધારો અને આ બહેનને દીક્ષા આપીને આપ સુખેથી પાલીતાણા તરફ વિહાર કરે. અમારી પ્રાર્થના સ્વીકારી અમને હર્ષિત કરે” “જહા સુખમ! અમે હવે જામનગર તરફ વિહાર કરીશું. તમે દીક્ષાની તૈયારી કરો” ગુરુદેવ દીક્ષા આપવા સંમત થયા. બહેન તે આનંદથી નાચી ઊઠી. પૂજારામભાઈ વગેરેને ખૂબ આનંદ કે. ગુરુદેવ હજી સાત આઠ માઈલ આવ્યા હશે ત્યાંથી જામનગર તરફ વિહાર કર્યો. સંઘને પણ આનંદ થયે. ક્ષેત્રસ્પર્શના બલવતી હતી.
જામનગર મુમુક્ષુ બહેનને દીક્ષા આપી. બહેનના કુટુંબીજનોને ખૂબ આનંદ થયો. એક મુનિરાજની પણ વડી દીક્ષા કરવામાં આવી. પાલીતાણા જવાની ઉતાવળ હોવાથી ગુરુદેવે તુરત જ વિહાર કર્યો. ગ્રામનુગ્રામ ધર્મપ્રચાર કરતાં કરતાં રાજકોટ પધાર્યા. અહીં પ્લેટમાં નવા ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરાવીને વિહાર કરી વિદુષી સાવી શ્રી મૃગાવતીજીના જન્મસ્થાન સરધાર થઈને વચ્ચેનાં ગામમાં ધર્મધ આપતાં આપતાં પાલીતાણા પધાર્યા. અનુપમ પ્રવેશ ઉત્સવ થયો. શ્રી વલ્લભ વિહારમાં સ્થિરતા કરી. શ્રી સિદ્ધ ક્ષેમ જૈન બાલાશ્રમના સુવર્ણ મહોત્સવમાં સમ્મિલિત થયા, સમય ન હોવા છતાં સંસ્થાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org