________________
૧૩૨
જિનશાસનરત્ન
કર્યું છે. સાચા શ્રાવકે આ તત્ત્વનું પૂર્ણજ્ઞાન મેળવવું જોઈએ.
શ્રી વલ્લભવિહાર પાલીતાણાનું એક દર્શનીય સ્થાન બની ગયેલ છે.
શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા તથા ગુરુદેવની પ્રતિમા ઉપરાંત શ્રી પ્રસન્નચંદજી કેચરે ખૂબ ભક્તિભાવપૂર્વક આખા વિશાળ રંગમંડપમાં પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના જન્મમાંગલ્યથી માંડી સ્મશાનયાત્રા સુધીનાં મને રમ રંગીન દશ્ય ચિતરાવ્યાં છે. તેમાં પૂ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજના શિષ્યનું મેટું રંગીન ચિત્ર, પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્યનું રંગીન ચિત્ર ગુરુદેવના ગુજરાત પંજાબ-રાજ
સ્થાનના ભક્તોનું મોટું ચિત્ર, ગુરુદેવના અનેરાપ્રસાનાં ચિત્ર, શ્રી વીરચંદભાઈ ગાંધીના વ્યાખ્યાનનું અમેરિકાનું ચિત્ર તથા ગુરુદેવની સંસ્થાઓના ચિત્રથી આખે રંગમંડપ ઝળહળી રહ્યો છે. આ બધાં મોટાં રંગીન કલાત્મક ચિત્રો ભાઈ પ્રવીણચંદ્ર ફૂલચંદે કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org