________________
રામામમાં ગુરુભક્તિ
( પ્રેા. પૃથ્વીરાજ જૈને. M. A. શાસ્ત્રી )
આચાર્ય શ્રી સમુદ્રસરિજીનું આદર્શ અનુકરણીય ચિરત્ર તેમની અથાગ અત્યુત્તમ ગુરુભકિનથી વિશેષ દૈદીપ્યમાન છે. એમ લાગે છે કે તેમના ઔદારિક દેહનું નિર્માણ પૂર્ણ રૂપે ગુરુભક્તિના પરમાણુઓથી થયેલું છે, તેમના રામરામમાં, જીવન કાળના પળપળમાં હ્રદય અને મસ્તિષ્કના પ્રદેશમાં ગુરુભક્તિ વ્યાપ્ત છે. આચાર્યશ્રી એ ગુરુદેવના મિશનની પૂર્તિને માટે બધુંજ ન્યોછાવર કરી દીધુ છે. સ્વ ને ગુરુદેવના કાર્યાનીદીપશિખા પ્રજ્વલિત રાખવાને માટે વિલીન કરી દીધું છે, શિક્ષાપ્રયાર, સૌંધ અકચ, મધ્યમવર્ગના ઉત્કર્ષ, શાસનસેવા, જનહિત અને રાષ્ટ્રસેવા આદિ બધાં ક્ષેત્રામાં આપનું યોગદાન છે.
જૈન સંધ આપને આદર્શ ગુરુભક્ત, વિનમ્ર, વિનીત, ત્યાગી. શાન્ત, ગંભીર, ઉદાર, ક્ષમાશીલ, તપસ્વી, શાસન—દીપક, સરળ સ્વભાવી ધ્યેય માને છે.
ગુરુવરની આદર્શ ગુરુભક્તિ તેમજ નિષ્કામ સેવા ભાવના જોઈને મારું હૃદય તેમના ચરણારવિન્દામાં વંદના કરે છે.
શાસનદેવ તેમની છત્રછાયામાં આપણને કૃતાર્થ અને લાભાન્વિત કરતા રહે એ જ કરબદ્ધ પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org