________________
જિનશાસનરત્ન
સુરતમાં ભારે સમારંભપૂર્વક પઢવીપ્રદાન ઉત્સવ ઊજવાયેા. મુનિવર ઈન્દ્રવિજયજી તથા મુનિવર જનકવિજયજીને ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. સુપ્રસિદ્ધ મુનિપુંગવ શ્રીમાન માહનલાલજી મહારાજના સંપ્રદાયના મુનિવરશ્રી નિપુણમુનિને ગણિપદ્મ તથા પન્યાસપદ્મથી સુશોભિત કરવામાં આવ્યા. તેમના ગુરુવર શ્રી કનક મુનિને આચાય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ રીતે ભવ્ય વાતાવરણમાં પદવીઓ પ્રદાન કરીને પટધર મહારાજે સમાજમાં પ્રેમ અને સહુચેગને માર્ગ પ્રશસ્ત કર્યાં. આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજનું સુરતમાં પ્રેમપૂર્ણાંક મિલન થયું.
૬૦૮
પદવીસમારોહના સમારભ પછી વિહાર કરતાં કરતાં અનેક ગ્રામેાના ભક્તોની ધખધની તૃષા છિપાવીને જગડિયાતી, ભરૂચ, ગન્ધાર, કાવીતી ની યાત્રા કરીને જમ્બુસર (મુનિરત્નશ્રી જનકવિજયજી મહારાજની જન્મભૂમિ) આદિમાં ધર્મ પ્રચાર કરતા કરતા વડાદરા પધાર્યા. વડોદરામાં શ્રીમહાવીરજયતી સમારેાહપૂર્વક ઊજવવામાં આવી. અહીથી વિહાર કરીને ડલેાઇ આદિમાં ધર્મ પ્રચાર કરતા કરતા ખેડેલી પહોંચ્યા. ખેડેલી પરમાર ક્ષત્રિયેાનું મુખ્ય સ્થાન છે. તે ભાઈ એના દર્શન-પૂજનને માટે ભવ્ય શિખરબંધી માઁદિર માટે પ્રેરણા આપી, વૈશાખ સુિ છડના રાજ સમારાહપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. સાધ્વીશ્રી જયન્તપ્રભાની વડી દીક્ષા થઈ. તેમને સાવીશ્રી આંકારશ્રીની શિષ્યા જાહેર કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org