________________
જિનશાસનને
૯૯
મહાત્માઓનું સ્વર્ગગમન પણ સંસારમાં કલ્યાણ તેમ જ ક્ષેમનું વાતાવરણ પ્રસારિત કરે છે. શરીર તે ભંગુર છે. તેમની કીર્તિલતા તે સદાસર્વદા હરીભરી રહેવાવાળી છે.
આપણુ ગુરુદેવ તો કવીશ્વર તથા મુનીશ્વર બંને હતા. તેમની અતિમ યાત્રામાં સમ્મિલિત થવામાં કેણુ ન બડભાગી થવા ઈચ્છે? માર્ગ માર્ગમાં સ્થાન સ્થાન પર દીન -દરિદ્રોને અનાજ, મીઠાઈ, ભેજન તથા રોકડ રકમ વહેંચનવામાં આવતી હતી. - ગુરુદેવની સ્મશાનયાત્રા શરૂ થવા પહેલાં બે ચમત્કાર થયા. એક તે એ જ વખતે આકાશમાં મેઘધનુષ્યને લિસોટે દેખાયે—જાણે દેવવિમાન આવ્યું અને તે બધાએ જે ને ચકિત થઈ ગયા. બીજું સ્મશાનયાત્રા બાણગંગા લઈ જવા માટે શરૂ થઈ. ચંદન ભરેલી ટેકસી પણ તે તરફ જવાની હતી. પણ આપણે કેટલાક અનન્ય ગુરુભક્તો અને આગેવાનેએ વિચાર કર્યો કે બાણગંગાને બદલે જે ભાયખલાના દહેરાસર પાસે ગુરુદેવને અગ્નિદાહ દેવામાં આવે તે જૈન સમાજ માટે એ ભૂમિ દર્શનીય થઈ પડે. મુંબઈના મુખ્ય પ્રધાન શ્રીમાન મોરારજી દેસાઈ આ દિવસે પૂના હતા. આપણા આગેવાનોએ તેમને સંપર્ક સાથ્ય અને શાસનદેવની કૃપાથી તેમણે મંજૂરી આપી અને આ સમાચાર વીજળીવેગે હજારોને મળી ગયા. બધાના હર્ષને પાર નહે. સ્મશાનયાત્રા બાણગંગા તરફ જવાની હતી તેને બદલે ભાયખલા તરફ લઈ જવા નિર્ણય થશે. આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org