________________
૩૪૫
પ્રભાવક ચરિત્રે સિહર્ષિ ] વિભાગ વાંચવાથી તેમના ઉપર અસર થઈ તે ન કહી શકીએ તે પણ એ ગ્રંથને તેમના ઉપર ઉપકાર સ્પષ્ટ છે.
એ ગ્રંથની પંજિકા મુનિચંદ્રસૂરિએ ૨૧૫૫ લેક પ્રમાણે લખી છે. તેની શરૂઆત કરતાં તેઓશ્રી પણ લખે છે કે –
यां बुद्धवा किल सिद्धसाधुरखिलव्याख्यातचूडामणिः, सम्बुद्धः सुगतप्रणीतसमयाभ्यासाच्चलच्चेतनः । यत्कर्तुः स्वकृतौ पुनर्गुरुतया चक्रे नमस्यामसौ, को हनां विवृणोतु नाम विवृति स्मृत्यै तथाप्यात्मनः ॥ “વ્યાખ્યાતૃચુડામણિ સિદ્ધ સાધુ જેનું ચિત્ત સુગત(બુદ્ધ ના શાસ્ત્રાભ્યાસથી ચળી ગયું હતું તેને બંધ પમાડીને જે વૃત્તિઓ સંબુદ્ધ કરેલ હતા અને જેના કર્તાને પોતાના ગુરુ તરીકે પિતાની કૃતિઓમાં નમસ્કાર કર્યો છે તેવી વૃત્તિ ઉપર વિવેચન કરવાને તે કાણુ શક્તિવાન થાય? પણ પિતાની જાતની સ્મૃતિ માટે હું આ (પંજિકા ) રચું છું.”
લગભગ ૨૦૦ વર્ષને અંતરે થયેલા મુનિચંદ્રસૂરિએ પોતાની પંજિકામાં આ પ્રમાણે શરૂઆતમાં જ લખ્યું છે તેથી તે વખતે પણ આ વાત જરૂર પ્રચલિત હશે.
એ ગ્રંથની શ્રી સિદ્ધર્ષિ મહારાજ ઉપર અસર તે ઘણી થયેલી હોવી જોઈએ. લલિતવિસ્તરાના કેટલાક આખા વાક્યો શ્રી સિદ્ધર્ષિએ ઉપમિતિ ગ્રંથમાં ઉતારી લીધા છે તે પરથી તેમની ઉપર સદર ગ્રંથની ઘણું અસર સ્પષ્ટ જણાઈ આવે છે. સાતમાં પ્રસ્તાવમાં ચાર વ્યાપારી કથાનક આવે છે (અવતરણ પૃ. ૧૭૨૩). ત્યાં જે અકલ્યાણ મિત્રને સંબંધ છેડી દેવાથી શરૂ થતું મહાન વાક્ય છે તે આખું લલિતવિસ્તરા વૃત્તિમાંથી પૃ. ૧૧૬ (દે. લા.) અક્ષરે અક્ષર ઉદ્ધરી લીધું છે. તેમજ ચોથા પ્રસ્તાવમાં વિચક્ષણસૂરિ નરવાહન રાજાને ઉપદેશ આપે છે ત્યાં શરૂઆતમાં (અવ. પૃ. ૭૫૯) એક મોટા વિશાળ મહેલમાં આગ લાગવાની હકીક્તનું જે મહાવાક્ય છે તે લલિતવિસ્તરા પૃ. ૪૬ માંથી લઈ લીધું છે. એ બને વાક્ય ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અનુક્રમે તે નીચે પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org