SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ २०८० ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ મનુષ્ય પ્રાણી ગમે તેટલી મોટી પદવીએ ચઢી ગયું હોય પણ જો એ પાપી કર્મોનું દુમનપણું સમજતું ન હોય તે જ્યારે તેનું (પાપ કર્મોનું) જોર થઈ આવે છે ત્યારે તે પ્રાણીને ભયંકર સંસારસમુદ્રમાં જોરથી ફેંકી દે છે, પાડી નાખે છે, ધશ્કેલી મૂકે છે. પ્રાણીએ નરકમાં જવા યોગ્ય ભયંકર કર્મો એકઠાં કર્યા હોય છતાં જે એને સદાગમનો બોધ થાય અને એ બધપર એનું ચિત્ત “ક્ષણભર પણ લાગે તો એનાં પાપ નાશ પામી શકે છે અને ક્ષણ વાર પણ જો એ સારું કરે તે એ છેવટે પાપરહિત થઈને મોક્ષે પણ “જાય છે. “એ હકીકત જાણીને જેમ બને તેમ જલદી મનના મેલને દૂર “ફેંકી દેવાનું કરે, મનને મેલ કાઢી નાખે, ફેકી નાખે, દૂર કરે “અને સદાગમની સેવા કરે, જેથી આગમને આધારે તમે પણ અ“નુસુંદર ચક્રવર્તીની પેઠે મેક્ષે જાઓ. વળી એક બીજી પણ એટલી જ અગત્યની વાત છે – इदमनन्तभवभ्रमसूचकं, मलवशादनुसुन्दरचेष्टितम् । यदिह जातमतः परिकीर्तितं, मतिविकासनकारि सुदेहिनाम् ॥ न च नियोगत एव भवेदियं, गदितपद्धतिरत्र नरे नरे। सकृदवाप्य जिनेन्द्रमतं यतः, शिवमितः प्रगता बहवो नराः॥ त्रिचतुरेषु भवेषु तथापरे, बहुमताः पुनरन्यविधानतः। विविधभव्यतया भवदारणं, निजनिजक्रमतो दधिरे जनाः॥ तदिदमत्र सुगुह्यमहोजना, हृदि विधत्त परं परमाक्षरम् । मलविशोधनमेव सुमेधसा, लघु विधेयमिहाप्य जिनागमम् ॥ અનુસુંદર ચક્રવતી મલને વશ પડ્યો તેથી તેને અનંત ભવ“ભ્રમણ કરવું પડ્યું તેને વૃત્તાંત આ કથામાં બતાવવામાં આવ્યો છે “તે પ્રાણીઓની બુદ્ધિના વિકાસને માટે છે અને વસ્તુસ્થિતિને ખ્યાલ આપવા માટે છે. પણ તમારે એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે જે પદ્ધ“તિએ અનુસુંદરને ભ કરવા પડયા તે જ પદ્ધતિએ દરેક પ્રાણીને “ભો કરવા પડે એમ સમજવું નહિ, કારણ કે એક જ વખત જૈનંદ્ર મતને પ્રાપ્ત કરીને તે જ ભવમાં ઘણું પ્રાણીઓ મેક્ષે ગયેલા છે અને “કેટલાએ પ્રાણીઓ એવી રીતે જૈન મતની પ્રાપ્તિ થયા પછી ત્રીજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy