________________
Jain Education International
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ત
“ વળી ભદ્રે ! તને અનેક અંતરંગ નગરો સૂચવ્યાં, તેમાં અનેક રાજાએ અને તેમની રાણીઓનાં નામે મતાવ્યાં અને તેમની દશ કન્યાઓનાં નામ કામ અને સંબંધા વિગતવાર અતાવ્યાં. એ કન્યા પૈકી પ્રત્યેકના ગુણા કયા કયા છે, તે કેટલા દિવ્ય છે, અદ્ભુત છે, અન્યત્ર અપ્રાપ્ય છે તે પણ તને બતાવી આપ્યું, તેના વિવાહનું પણ વર્ણન કર્યું અને વ્યુત્પત્તિ માટે આઠ માતાઓને પણ વિગતવાર નિવેદન કરવામાં આવી-આટલી આટલી વાતા કરી છતાં માળા ! જો તને જરા પણ બેધ થયા ન હોય, તારા દીલમાં જાગૃતિ આવી ન હોય, તને સંસાર પર નિર્વેદ થયા ન હોય તે તે ખરેખર તું પાષાણ જેવી જ છે. એથી વધારે તને કહી પણ શું શકાય ?
૨૦૧૪
કન્યા માતા
સ્મરણેા.
“ વળી માળા! મારા ઉપર એહ લાવીને તેં પણ શ્રીનિમૅળાચાર્ય પાસે દીક્ષા લીધી હતી, ત્યાં તપ કરીને તું પણ સ્વર્ગે ગઇ હતી અને ત્યાં તેં અનેક પ્રકારનાં સુખા ભાગવ્યાં હતાં અને પછી ભવચક્રમાં ફરીને છેવટે તું અહીં આવી છે તે વાત પણ ભૂલી ગઇ? કેમ તે અર્ધું હજી પણ તારા સ્મરણમાં આવતું નથી ?
“ વળી તું વિચાર તેા કર. સમ્યગ્દર્શનને દૂષણ આપનાર આશાતના કરીને, તીર્થકર મહારાજના હુકમોનું અપમાન કરીને હું બહુ દુ:ખી થયા, અર્ધપુદ્ગલપરાવર્તથી કાંઇક આછા કાળ સુધી હું સંસારમાં રખડ્યો અને આટલા બધા વખત હેરાન થયાએ સર્વ વાર્તા તારામાં સંવેગ ઉત્પન્ન થાય તેટલા સારૂ મેં તને કહી મતાવી તે પશુ તે લક્ષ્યમાં લીધી નહિ? તે હકીકત પણ તારા ધ્યાનમાં ન આવી ! તું યાદ તા કર કે હું એક વખત તા ચૌદ પૂર્વ ભણી ગયા હતા, પણ ત્યાર પછી મદ-અભિમાનના દોષથી (ગૌરવાથી) ફરી વાર અનંતકાય
રખડવાનું કારણ.
૧ આ દશ કન્યાઓનું અને તેનાં નગરાનું તથા તેના માતપિતાનું વર્ણન આ પ્રસ્તાવના નવમા પ્રકરણમાં આવી ગયું છે. એનાં સર્વ નામેા વિગેરે પ્રસ્તા વની શરૂઆતમાં પાત્રાના લિસ્ટમાં એક સાથે આપ્યાં છે. તે માટે જીએ પૂ. ૧૮૪૯-૫૦ તથા જુએ પૃ. ૧૯૨૧-૨૨.
૨ દશ કન્યા પૈકી નવ સાથે લગ્ન થાય છે ત્યારે જે આ માતાઓની સ્થા પના કરી છે તે અષ્ટ પ્રવચનમાતા છે. જીએ ચાલુ પ્રસ્તાવ પ્રકરણ ૯ મું, ( પૃ. ૧૯૪૮-૪૯. )
ૐ આશાતના, જિન આજ્ઞાનું વિરાધન—ન પાળવું તે. જીએ શ્ર, ૮. પ્ર. ૧૦ (પૃ. ૧૯૬૨-૬૩. )
For Private & Personal Use Only
www.jainelibrary.org