________________
૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. રહેતા તેથી તેઓનો મારા ઉપર સીધો અને વાચક વર્ગ ઉપર આડકતરો ઉપકાર થયેલ છે તે આ પ્રસંગે વ્યક્ત કરવાની મારી ફરજ સમજું છું.
આ મહાન પુસ્તકને જાહેર પ્રજાના હાથમાં મૂકવાનું કાર્ય દશ વર્ષે પૂરું થાય છે અને નામ માત્રથી હૃદયમાં ઉમળકા લાવે તેવા પાત્રો સાથેનો મારી લેખક તરીકેનો સંબંધ પૂરો થાય છે તેથી આનંદ અને ગ્લાનિ બન્ને થાય છે. આનંદ કાર્ય પૂરું થતાં થાય તે સમજાય તેવો અને સ્વાભાવિક છે. ગ્લાનિ એવા સુંદર પાત્રોના વિચાર અને વર્તનનો પરિચય છોડતાં કેવી રીતે થાય તે સમજાવું મુશ્કેલ છે. એક સામાયક કાળમાં આ પુસ્તકનો કોઈ ભાગ લખતો કે વાંચતો કે પ્રફ સુધારતો કે પ્રેસ કોપી છેવટની જોઈ જતે ત્યાર પછી કેટલાક વખત સુધી એક જાતનો જે નિર્ભર અવર્ણનીય આત્મસંતોષ અને અંતર આનંદ રહેતો હતો તેનું ચિત્ર આલેખન મુશ્કેલ છે. સહૃદય વાચક તેનો કોઈ કોઈ વાર અનુભવ કરી શકશે. એ પાત્રોને છોડતાં ખેદ થાય તેવું છે. અંતરવૃત્તિ એનો ચિરપરિચય રહે એવી વર્તે છે. નિમિત્તકારણ મજબૂત છે એ શંકા વગરની વાત છે. મારા એ આનંદના ભક્તા અનેક જ થાઓ એ અંતર અભિલાષા છે.
બાકી અનેક વાતો ઉપોદઘાતમાં કરી નાખીશ. થયેલ અલનાઓ માટે અંતરથી ક્ષમા યાચી, મળી આવતી ખલનાઓ મને જણાવવાની પ્રાર્થના સાથે આ અતિ અદ્દભુત સંકીર્ણ મહા કથા જેને પ્રભાવક ચરિત્રકાર “ઉત્તમાંગ વિધનનીમ્ ”નું વિશેષણ આપે છે એટલે જે મસ્તકને ડોલાવે તેવી છે તે જાહેર પ્રજાને આપતાં બહુ આનંદ થાય છે.
વસંતવિહાર. વિલેપારલે. સંવત ૧૯૮૨ ફાગુન વદ ૧૩.
પ્રકાશક તરફથી. ત્રીજા વિભાગની માગણી ઘણુ થવાથી ઉપઘાત સિવાય આ વિભાગ બહાર પાડ્યો છે, કારણ કે લેખકને હાલમાં આંગ્લભૂમિમાં જવાનું થવાથી ઉપોદઘાત સંપૂર્ણ તૈયાર થતાં વખત લાગે તેમ છે. આ વિભાગના ગ્રાહકોનું લીસ્ટ રાખવામાં આવશે. તેમને પુસ્તક બંધામણીના ૦-૬-૦ આપવાથી ઉપોદઘાતનું જૂઠું પુસ્તક મળી શકશે એવો પ્રબંધ કર્યો છે. ભાવનગર, સં. ૧૯૮૨) અક્ષય તૃતિયા. ઈ
શ્રી જે. ધ. પ્ર. સભા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org