SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. ૧૧ છે અને પ્રતિપાદક શૈલીનો કેવો શુદ્ધ ઉપયોગ કરે છે તે નવીન લેખકોએ વિચારવા અને અનુકરણ કરવા યોગ્ય છે. સામામાં જે સત્યાંશ હોય તેનો સ્વીકાર કરવામાં સંકોચ ન કરે તે પોતાની હકીકત સુંદર રીતે રજુ કરી સરળ રીતે મુદ્દો રજી કરી શકે છે અને તે દ્વારા પોતાનું અગ્રસ્થાન સ્થાપન કરે છે એ વાત દ્વીસરાઈ જવાથી ઘણી વખત ગેરસમજુતીઓ ઊભી થઈ છે અને કેટલીકવાર તો એવું પણ જોવામાં આવે છે કે એવા પ્રકારની ભાષાસૌષ્ઠવતાના અભાવે સાચો પ્રેસ માર્યો જાય છે. કડવી ભાષાથી ધર્મ તરફ અન્યને વાળી શકાતા નથી એ ઉપદેશકનું કાર્ય કરનારનો સાદો અનુભવ છે. સહાનુભુતિથી પ્રેમથી દલીલથી વિવેકથી ગૌરવપૂર્વક અન્યને નરમ પાડ્યા વગર જે વાત પ્રતિપાદન કરવામાં આવે તે સામાને ગળે ઉતરી જાય છે એ દરરોજના અનુભવનો વિષય છે. આ બાબતપર ઉપોદ્ઘાતમાં વધારે વિવેચન થશે. દેવ ધર્મ અને મોક્ષની એકવાક્યતા આ ઉપયોગી વિભાગમાં બહુ સુંદર રીતે બતાવી છે અને છેવટે સર્વ મુખ્ય પાત્રાનો મોક્ષ અને નાના પાત્રાની પ્રગતિ બતાવી છે. આઠમા પ્રસ્તાવના ચોથા વિભાગમાં ટુંકાણમાં ગ્રંથરહસ્ય આપ્યું છે અને છેવટે પ્રશસ્તિ લખી ગ્રંથનો સંવત આદિ બતાવ્યા છે. આ પ્રશસ્તિપર ઘણી વિચારણા કરવાની છે તે ઉપોદ્ઘાતમાં થશે. * * આઠમો પ્રસ્તાવ વાંચતાં બહુ આનંદ થાય છે. એમાં જ્યારે બીજો વિભાગ શરૂ થાય છે અને આપણા પૂર્વપરિચિત પાત્રો અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાને બરાબર ઓળખીએ છીએ ત્યારે એની સાથેની લગભગ ગ્રંથની શરૂઆતથી થયેલ ઓળખાણુને લઇને બહુ રસ પડે છે અને ખાસ કરીને ચોર-કથનકાર એક ચક્રવર્તી છે એમ જણાય છે ત્યારે સવિસ્મય આનંદલહરી આવે છે. આ પુસ્તકમાં ષપુરૂષ ચરિત્ર અને છ સાધુઓનાં દીક્ષાનાં પ્રસંગો બહુજ આકર્ષક છે અને એનો ઉપનય વાંચતાં હૃદયમાં એક પ્રકારની શાંતિ થાય છે, અનેક ઘુંચોનો ઉકેલ થતો દેખાય છે અને સંસારનું ચિત્ર એના ખરા સ્વરૂપમાં રજુ થાય છે. આઠમા પ્રસ્તાવમાં ગ્રંથકર્તાએ હદ કરી નાખી છે અને ખાસ કરીને જૈન ધર્મની વિશાળતા બતાવતાં એમણે જે દલીલોનો ઉપયોગ કર્યો છે તે આ સહિષ્ણુતાના સમયમાં ખાસ આહ્વાદ કરાવે તેવો છે અને જૈન લેખકો આટલી વિશાળતા બતાવી શકતા હતા એ વાતનો ખ્યાલ આપે તેમ છે. આ સંબંધમાં ઉપોદ્ઘાતમાં ઘણું કહેવાનું થશે તેથી અત્ર માત્ર વિહંગમદૃષ્ટિ નાખી આ વાતની વિચારણા મુલતવી રાખીએ તો પ્રાસંગિક ગણાશે. ઉપોદ્ઘાત પ્રથમ પ્રસ્તાવ સાથે હોય તો વધારે યોગ્ય ગણાય તેથી હવે પછી ગ્રંથની નવીન શૈલીએ યોજના થશે ત્યારે આગામી આવૃત્તિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy