________________
૧૪પર
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક શુભંકર શેઠે તેમ કર્યું. શુભ સ્વોદય થતાં ગુરૂમહારાજે તેને દીક્ષા આપી. ૮૧, ત્યાર પછી તેણે (સિદ્ધ) એક માસને તપ કર્યા પછી કેટલાક દિવસ જવા દઈને શુભ લગ્નમાં જ્યારે પંચમહાવ્રતને આરેપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયું ત્યારે ગુરૂમહારાજે તેને ગચ્છપરંપરા બતાવનાર દિબંધ સંભળાવ્યું. “ભાઈ ! તું સાંભળ. અગાઉ શ્રીમાનું વજપ્રભુ થયા, તેના શિષ્ય વજસેન થયા, તેને ચાર શિષ્યો હતાઃ નાગઢ, નિત્તિ, ચંદ્ર અને વિદ્યાધર, એ ચાર પૈકી નિવૃત્તિની પરંપરા (ગ)માં બુદ્ધિના ભંડાર સુરાચાર્ય થયા, તેઓને શિષ્ય હું ગર્ગર્ષિ તને દીક્ષા આપનાર ગુરૂ છું. તારે અવિશ્રા તપણે (થાક્યાવગર–ચાલુ રીતે) “અઢાર હજાર શીલાંગોને સારી રીતે વહન કરવાં. એ શીલાગે અતિ ઉત્તમ ઉમદા ફળને જરૂર આપનારાં છે.” ૮૨-૮૬, ગુરૂમહારાજનાં વચનનો તેણે સ્વીકાર કર્યો અને મહા ઉગ્ર તપ કરવા માંડ્યો. વળી તે વખતે મળી શકતાં સર્વ સિદ્ધાન્તોના એ મોટા અભ્યાસી થયા. ૮૭, એમણે ઉપદેશમાળા ગ્રંથ ઉપર બાલાવબોધિની નાની નાની ટીકા લખી, એમાં એમણે પિતાની બુદ્ધિની
૧ વરદય. ત્રણ નાડી છે. સૂર્ય, ચંદ્ર અને સુષુમ્હા. એ શ્વાસે શ્વાસની જમણ ડાબી અને મધ્યમ ગતિ બનાવે છે. દીક્ષા કાર્ય ચંદ્ર નાડીએ થાય છે. એ માટે જુઓ ચિદાનંદજીનું વરદય જ્ઞાન. આ હકીકત પ્રો. જેકોબીને જરા પણ સમજાઈ નથી તે નવાઈ જેવું લાગે છે.
૨ આ પ્રથમ નાની દીક્ષા આપવામાં આવે છે તે સમજવી. પછી જેને હાલ વડી દીક્ષા આપવાનું કહેવામાં આવે છે તે ખરૂં ચારિત્ર છે. એ અમુક અભ્યાસ અને યોગ પછી ઘેડા દિવસે પૂર્ણ વિધિથી કરવામાં આવે છે.
૩ દિબધઃ દિક્ષા આપવા વખતે આ ત્રણ વાર ગણ્યપરંપરા બોલવાને રિવાજ છે. જુઓ દીક્ષાવિધિ. હાલ થોડાં વર્ષ પહેલાં વિજય સિહસૂરિનું આ ચાર્ય સ્થાને અને સકળચંદજી ઉપાધ્યાયનું ઉપાધ્યાય સ્થાને નામ લેવાની વિધિ તપગચ્છમાં પ્રચલિત હતો. વર્તમાન વિધિમાં વર્તતા આચાર્યોનાં નામો લેવાય છે.
૪ વજીસ્વામી. આર્ય વજ. તેરમી પાટે. જુઓ સ્થવિરાવળી. આર્ય વજસેન ચૌદમી પાટે. સ્થવિરાવળીમાં તેમને આર્ય નાગિલિશાખાના સ્થાપનાર તરીકે વર્ણવ્યા છે.
૫ અઢાર હજાર શીલાંગ જુઓ નોટ–પ્રસ્તાવ પ્રથમ–પૃષ્ઠ ૯૨-૯૩.
૬ સિદ્ધાન્તઃ આગમ. એમાં હાનિ થતી ગઈ છે. તે વખતે.લભ્ય સર્વનો અભ્યાસ કર્યો.
૭ ઉપદેશમાળા ધર્મદાસગણિ કર્યા. આ ટીકા મળી શકે છે. જુઓ જૈનગ્રંથાવલી (કોન્ફરસ) પૃ. ૧૭૫. એ ગ્રંથ ઉપર બીજી કેટલીક ટીકાઓ છે. એ ગ્રંથ પાટણના બે ભંડારમાં છે. . જેકોબીને તેની ખબર મળી લાગતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org