________________
પરિશિષ્ટ ૪.
૧૪૨૩ અનંતરનિક્ષિપ્ત અકથ્ય છે પરંપરનિક્ષિપ્તમાં સંઘટ્ટ દેષ ન હોય તે કપ્ય થઈ શકે છે. ૪. પિહિતદોષ, પિહિત એટલે ઢાંકેલું. દેવાની વસ્તુ સચિત્ત વ
સ્તુથી ઢાંકેલી હોય તે પિહિત દોષવાળી કહેવાય છે. ઉપર નિક્ષિપ્ત દોષ (નં. ૩-એષણું) કહ્યો તેની પેઠે અહીં પણ પૃથ્વીકાયાદિ છ ભેદ થાય છે અને તે પ્રત્યેકના ઉપરની પેઠે અનંતર અને પરંપર એમ બે વિભાગ થાય છે.
આપવાની વસ્તુ ઉપર સચિત્ત પૃથ્વીકાય ઢાંકેલ હોય તે પૃથ્વીકાયઅનંતરપિહિત કહેવાય અને આપવાની વસ્તુ ઉપર થાળી હોય અને તે થાળીમાં સચિત્ત પૃથ્વીકાય હોય તે પૃથ્વીકાયપરંપરપિહિત કહેવાય. આપવાની વસ્તુ ઉપર હિમ પડેલું હોય તો તે અપ્લાયઅનંતરપિહિત કહેવાય અને ઢાંકવાની થાળી ઉપર હિમ પડેલું હોય તો તે પરસ્પરઅપકાયપિહિત કહેવાય. આપવાની વસ્તુને અંગારાદિના સંગ વડે હીંગનો વઘાર દેવામાં આવે તે અગ્નિઅનંતરપિહિત અથવા ચણું વિગેરે પિણામાં સેકવામાં આવે છે તે અનંતરપિહિત અને ચણું (દાળીઆ)માં વચ્ચે હાંડલી મૂકી તેની ગરમી પડે ગરમ રાખવામાં આવે તે અગ્નિપરંપરપિહિત. વાયુથી ભરેલી કોથળી વડે આપવાની વસ્તુ ઢાંકવી તે વાયુપરંપરપિહિત. વળી જ્યાં અગ્નિ છે ત્યાં વાયુ છે એ વચને જે વસ્તુ અગ્નિથી અનંતરપિહિત છે તે જ વાયુથી પણ અનંતરપિહિત સમજી લેવી. ફળાદિકથી ઢાંકેલ વસ્તુને વનસ્પતિઅનંતરપિહિત કહેવાય અને ફળથી ભરેલી છાબડીથી ઢાંકેલને વનસ્પતિપરંપરપિહિત કહેવાય. મીઠાઈ ઉપર કીડિ ચઢેલ હોય તે ત્રસાવંતરપિહિત કહેવાય અને ઢાંકેલા સરવળામાં કીડિ હોય તો તે ત્રસપરંપરપિહિત થાય. આમાં પૃથ્વીકાયાદિકથી અનંતરપિહિત તો સર્વથા ત્યાજ્ય છે અને પરંપરપિહિત ઉપયોગ પૂર્વક લેવા યોગ્ય થઈ શકે છે.
અચિત્ત વસ્તુ અચિત્તથી ઢાંકેલી હોય તેના ચાર ભાગ છે: ભારે વસ્તુ ભારેથી ઢાંકેલ, ભારે વસ્તુ હળવાથી ઢાંકેલ, હળવી વસ્તુ ભારેથી ઢાંકેલ અને હળવી વસ્તુ હળવાથી ઢાંકેલ. એમાં પ્રથમ અને તૃતીય પ્રકાર વન્યું છે, કારણ કે ભારે વસ્તુ ભાંગીને કેઇના પગ ઉપર પડે તે અંગભંગસં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org