________________
પરિશિષ્ટ ૪.
૪૧૯
ભળ્યા હતા તેવાજ તમેને દીઠા; અમેએ ઘણા જોયા પરંતુ તમારા જેવા ઉદાર જોયા પણ નથી તેમ સાંભળ્યા પણ નથી. ધન્ય છે તમાને! તમારા સાની ખ્યાતિ સઘળી દિશાઆમાં વ્યાપી રહી છે એ સર્વ વચનસંસ્તવ. એ પૂર્વ અને પશ્ચાત્ અને હાય છે. એમાં માયા, મૃષાવાદ, અસંયત અનુમેાદન વિગેરે અનેક દાષા સંભવિત છે અને સ્તુતિથી ગૃહસ્થ રાજી થઇ વધારે ભીક્ષા આપે એવા પણ સંભવ છે.
કોઇ વૃદ્ધ સ્ત્રીને જોઇ તેને માતા કહેવી, તેને કહેવું કે તેને જોઇ પોતાની માતા યાદ આવે છે, અથવા મધ્યમ વયવાળીને અહેન કહે અથવા છેટી ઉમરવાળીને પુત્રી કહે. એથી ગૃહસ્થને સાધુ તરફ પ્રતિબંધ થાય છે અને તે દ્વારા વધારે અથવા સારી ભિક્ષા આપે છે. એમાં માતાદિના સંબંધ પૂર્વ સંસ્તવમાં અને સાસુ આદિના પશ્ચાત્સંસ્તવમાં આવે છે. એમાં પ્રતિબંધ, તિરસ્કાર, નિંદા વિગેરે દાષા ઉત્પન્ન થાય છે અને પ્રતિબંધથી આધાકર્માદિના પણ સંભવ થાય છે.
આ દોષમાં અને પાંચમાં ‘ધ્વનીપક' દાષમાં તફાવત ખુલ્લો છે. ત્યાં મુખ્યતાએ દાયકના ગુરૂ વિગેરેની પ્રશંસા છે, અહીં દાયકની પ્રશંસા છે; વળી પ્રથમમાં ખેાટી ખુશામત અહીં સાચા વખાણ છે. બન્ને મીઠા દાષા છે અને ખબર ન પડે તેમ બહુ નુકસાન કરનારા થાય છે.
૧૨. વિદ્યાઢાષ:’ જેની અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્રી હોય એવી અક્ષરપંક્તિવિશેષ તે ‘ વિદ્યા'. વિદ્યા હમેશા જપથી અથવા હામથી સિદ્ધ થાય છે. એ વિદ્યાની શક્તિથી પિંડનું ઉત્પન્ન કરવું તે ‘વિદ્યાપિંડ' કહેવાય છે. એમાં બીજા વિદ્યાવાળાને દ્વેષ થાય, કેટલીક વાર અન્ય મારણુ સ્તંભન કરે, રાજ્યમાં કેસ જાય, લેાકેામાં વિદ્યા સાધી પરદ્રોહ કરી પેટ ભરનારા
આ શઠ પુરૂષા છે આવા પ્રકારે નિંદા થાય વિગેરે બહુ દાષા થાય છે. બીજા વિદ્યાવાળાને મહા દ્વેષ ઉત્પન્ન થવાના પ્રસંગો અહીં બહુ થાય છે.
૧૩. ‘મંત્રદાય:’ જેના અધિષ્ઠાતા પુરૂષ દેવતા હોય અને જે પાઠ માત્રથી સિદ્ધ હોય એવી અક્ષરવિશેષપદ્ધતિ તે મંત્ર'. અમુક અક્ષરા ખેલવાથી કાર્ય થાય તે મંત્ર”. એમાં વિદ્યાદાયમાં લખેલા સર્વ દાષાના સંભવ છે તેથી મંત્રની શક્તિથી ઉત્પન્ન કરેલી ભીક્ષા સાધુને અગ્રાહ્ય ગણવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org