________________
પરિશિષ્ટ ૪.
૧૪૧૭. ૬. ચિકિત્સા દોષ: વ્યાધિનો ઔષધ ઉપચાર અથવા તે સંબંધી
ઉપદેશ. તેના બે પ્રકાર છે: સૂમ અને આદ૨. કેઈ ગૃહસ્થને વ્યાધિ થયો હોય તેને કહેવું કે મને પણ એવો જ વ્યાધિ થયો હતો તે અમુક દવાથી મટયો અથવા અમુક વૈદ્યની દવાથી મટો–એમ કહી વૈદ્ય કે દવા બતાવવા તે સૂક્ષ્મ દોષ. અને પિતે જ વૈદ્ય બની જાય, કવાથ વિરેચન વમન કરે અથવા કરાવે તે બાદર દોષ. સાજો થયેલે ગૃહસ્થ અનેક આરંભાદિ કરે તેના કારણિક થવાય, તેમજ સારું ન થાય તો ધર્મ વગેવાય એથી આ દોષ ગણવામાં આવ્યો છે. દવામાં અનેક કંદાદિ વનસ્પતિનો નાશ થાય તેથી અનેક જીવમર્દનાદિ દેષનો સંભવ રહે. ગૃહસ્થને ઘેર જઈ ચિકિત્સા સૂચવી કે બતાવી પછી ભીક્ષા માગે તે મળેલી વસ્તુ સદોષ કહેવાય
તે અત્ર સમજવાનું છે. ૭. “કોઈપડ ક્રોધના નિમિત્તથી જે પિંડ આપવામાં આવે તે “ક્રોધ
પિંડ.” સાધુને ભિક્ષા નહિ આપું તે શાપ આપશે, મારશુદિ અનર્થ કરી બેસશે અથવા કેઈ બ્રાહ્મણદિને આપ્યું અને હવે સાધુને નહિ આપું તે ક્રોધ કરશે એવા ભયથી વ્યાસ થઈ ભિક્ષા આપે તે ક્રોધાપિંડ. સાધુમાં અસાધારણ વિદ્યાપ્રભાવ જુએ, તેનામાં શાપ મારણ આદિની શક્તિ તપના પ્રભાવે થયેલી જુએ, સહસ્ત્ર દ્ધાનું બળ જુએ અથવા રાજવલ્લભપણું જુએ તેના શાપ વિગેરેના પ્રભાવથી અન્યને થયેલા અનર્થને પોતે દીઠો હોય અને ભયથી ભિક્ષા આપે તે ક્રોધાપિંડ. અહીં વિદ્યાપવિગેરે સહકારી કારણે છે, મૂળ દોષ ક્રોધનો છે એ લક્ષ્યમાં રાખવું. વિદ્યા તપને મૂળ કારણ
તરીકે બીજા દોષમાં ગણેલ છે તે આગળ જોવામાં આવશે. ૮. માનપિંડી માનનિમિત્ત જે પિંડ તે “માનપિંડ.” આમાં અપ
માનનો પણ સમાવેશ થાય છે.
જેમકે -કઈ એક સાધુને અન્ય સાધુઓ કહે જે તને અમે લબ્ધિમાન ત્યારે જાણુએ કે જ્યારે તું અમુક અમુક ભીક્ષા અમોને લાવી આપે; આવી રીતે અન્યના ચઢાવવાથી અથવા કઈ કહે જે તારામાં શી શક્તિ છે? તું કાંઈ પણ લાવી શકે એમ નથી. આવી રીતે અપમાનજનક શબ્દોથી અથવા અન્યથી પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળી મનમાં મકલાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org