________________
પરિશિષ્ટ ૪.
૧૪૦૯
કરવા અથવા ગવાક્ષ કરાવવા, અથવા નાના દરવાજો હોય તે મેાટા કરાવવા–એ સર્વને ‘પ્રકાશકરણ ’કહેવામાં આવે છે. આવી રીતે પ્રાદુષ્કરણના બે વિભાગ છેઃ પ્રકટકરણ
અને પ્રકાશકરણ.
૮. ફ્રીતદાષ: સાધુને અર્થે મૂલ્ય આપીને વસ્તુ વેચાતી લેવી તે ક્રીતદાષ. તેના ચાર પ્રકાર છે: આત્મદ્રવ્યઢીત; આત્મભાવક્રીત; પરદ્રવ્યક્રીત અને પરભાવક્રીત.
'
આત્મદ્રવ્યમ્રીત.’ પાતે મેાટા તીર્થની શેષ વિગેરે તથા રૂપપરાવર્તકારી ગુટિકા, સૌભાગ્યાદિ કરનાર રક્ષાદિ બીજાને આપવા અને બદલામાં ભીક્ષા લેવી. આમાં શાસનની હીલનાના અનેક પ્રસંગે આવે છે તે કલ્પના કરવાથી સમજાય તેમ છે. આ ગુટિકા, અવશેષ કે રાખાડી આપવાથી પછી દૈવયેાગે તે લેનાર ગૃહસ્થ માંદા પડે અને લેાકેા આગળ એમ ખાલે જે હું તંદુરસ્ત હતેા તે મને સાધુએ માંદા પાડ્યો. આમ થવાથી શાસનની મલીનતા થાય. વળી પ્રથમ માં હાય અને શેષાદિક દેવા પછી તંદુરસ્ત થાય તે પણ લેકામાં અવહેલના થાય જે આ સાધુએ માત્ર ખીજાઓને
પ્રસન્ન કરી પેટ ભરનારા છે.
૮ આત્મભાવક્રીત'. પેાતે ધર્મના ઉપદેશ વિગેરે આપે, ધર્મકથા કરે, વાદ કરે અને લોકોને વશ કરી અશનાદિક ગ્રહણ કરે. આથી પેાતાનું નિર્મળ અનુષ્ઠાન નિષ્ફળ થાય છે.
‘પરદ્રવ્યમ્રીત’. ગૃહસ્થે સાધુનિમિત્તે સચિત્ત અચિત્ત કે મિશ્ર દ્રવ્યે ખરીદ કરેલા અશનાદિકનું ગ્રહણ કરવું તે. આમાં ષટ્કાય વિરાધનાદિ દોષા રહેલા છે.
પરભાવક્રીત’. તિ આદિકની ભક્તિને લઇને પેાતાના વિજ્ઞાન પ્રદર્શનદ્વારા અન્યને પીગળાવીને ગ્રહણ કરી યતિને આપે તે. આમાં ત્રણ દેખેા રહેલા છેઃ ફ્રીત, અભ્યાકૃત અને
સ્થાપના.
6
૯. અપત્રિત્ય (પ્રામિત્ય), સાધુને અર્થે ચીજ ઉછીતી લેવી તે. લોકિક' પ્રામિણમાં ગૃહસ્થ બીજા ગૃહસ્થ પાસેથી ઉછીતી લઇ સાધુને આપે અને ‘લેાકેાત્તર’ પ્રામિસ્રમાં સાધુ સાધુની પાસેથી વસ્ત્રાદિ ઉછીતી ચીજ લે અને કહે જે થાડા દિવસ વાપરીને આપીશ અથવા એના જેવી અન્ય આપીશ. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org