SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩. ૧૩૯૩ અપેક્ષાકારણ “અધર્મ છે. ત્રીજું “આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે, અનંત પ્રદેશાત્મક છે અને અવગાહ (અવકાશ-space) ને આપનાર છે. ચોથું “કાળ” દ્રવ્ય છે તે સમય રૂપ છે. એનું વ્યક્તિગત રૂપ સૂર્યચંદ્રનક્ષત્રાદિની ગતિ પર આધાર રાખે છે. કેટલાક કાળને અલગ દ્રવ્ય માનતા નથી પણું પર્યાય રૂપ માને છે. કાળના દ્રવ્યત્વે સંબંધમાં બહુ લંબાણ ચર્ચા છે. પાંચમું દ્રવ્ય “પુગળ’ છે. જેને સ્પર્શ રસ ગંધ અને વર્ણ હોય તે પુગળ કહેવાય છે. સ્પર્શ આઠ છેઃ મૃદુ, કઠિન, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, ઋક્ષ. રસ પાંચ છેઃ તિક્ત, કટુ, કષાય, અસ્ત અને મધુર. ગંધ બે પ્રકારનો છે. સુરભિ અને દુરભિ. વર્ણ પાંચ છે: નીલે, કાળે, રાતે, શ્વેત, પિત. શબ્દ અંધકાર ઉઘાત એ સર્વ પુગળ છે. એના બે પ્રકાર છે. પરમાણુ અને સ્કંધ. પરમાણુ એક રસવણે ગંધવાળો બે સ્પર્શવાળ સૂક્ષ્મ અને નિત્ય છે, કાર્યલિંગ છે અને અંત્ય કારણ છે. તે અવયવ રહિત છે અને પરસ્પર અસંયુક્ત છે. બે પરમાણુ કે તેથી વધારે સંખ્યાત, અસંખ્યાત કે અનંત સાથે હોય તે સાવયવ (સ્કંધ) કહેવાય છે. આ પ્રમાણે જીવ અને અજીવના પાંચ મળી છ દ્રવ્ય થયા. તેમાં ધર્મ અધર્મ આકાશ અને કાળ એક દ્રવ્ય છે અને જીવ તથા પુદ્ગળ અનેક છે. પુહૂંગળ વગરના પાંચ અમૂર્ત અને પુગળ મૂર્ત. જીવ દ્રવ્ય અરૂપી છે તથાપિ તે ઉપોગદ્વારા અસ્તિત્વવાળો છે એમ શ્રદ્ધા થાય છે. બીજા દ્રવ્ય પણ અનુમેય છે. ૩ પુણ્ય: સુખને અનુભવ કરાવે તે કર્મ પુદગળ સમુચય તે પુણ્ય. એનાથી સ્વર્ગાદિનાં સુખ, શરીરનું સ્વાથ્ય, તીર્થંકરાદિની ઋદ્ધિ, લોકમાં કીર્તિ વિગેરેને અનુભવ થાય છે. એ કર્મવગૅણ છે. ૪ પાપ: પુણ્યથી ઉલટું જે દુઃખનો અનુભવ કરાવે તે પાપ. ( આ પુણ્ય અને પાપ માત્ર કર્મની વર્ગણુઓ છે અને તેનો બંધ” તત્વમાં સમાવેશ થાય છે. એને સ્પષ્ટ નિર્દેશ જૈન શાસ્ત્રકારોએ કર્યો છે તેનો હેતુ પરમતમાં એ સંબંધી ઘણી છુંચ ઊભી થયેલી છે તેનું સ્પષ્ટીકરણ કરવા માટે જ છે. બાકી વાસ્તવિક રીતે ત સાત છે અને આ ગ્રંથકાર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy