________________
૧૩૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રમાણ એટલે અવિસંવાદી જ્ઞા. બૌદ્ધ મત પ્રમાણે પ્રમાણુ બે
છે. પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ: કલ્પનાથી રહિત અને ભ્રમરૂપ નહિ તે પ્રત્યક્ષ. અક્ષ
એટલે ઇન્દ્રિયોથી જણાય છે. પ્રત્યક્ષ શબ્દરહિત સ્વલક્ષણથી જ જન્મ પામે છે. વળી એ જ્ઞાન ભ્રમ વગરનું છે એટલે કે વસ્તુને યથાવત્ ગ્રહણ કરનાર છે, એટલે કે યથાયોગ્ય રીતે પરસ્પરને સંતાન રૂપે વળગેલી એવી ક્ષણરૂપે ક્ષય પામવાવાળાં પરમાણુનું લક્ષણ તેને યથાશે ગ્રહણ કરનારું તે છે. એના ચાર પ્રકાર છેઃ ઇદ્રિયજ્ઞાન, માનસ, સ્વસંવેદન અને યોગિજ્ઞાન. ચક્ષુ વિગેરેના આશ્રયથી ઉત્પન્ન થયેલું બાહ્ય રૂપાદિ વિષયનું પ્રત્યક્ષ કે “ઇદ્રિય પ્રત્યક્ષ.” પદાથેના પ્રત્યક્ષ થયા પછી તે વિષયને ગ્રહણુ કરનાર ઇંદ્રિયજન્ય જ્ઞાનની રામનંતર જે માનસ પ્રત્યય (અનુવ્યવસાય) થાય છે તે “માનસ પ્રત્યક્ષ. સર્વ ચિત્ત અને ચત્તનું જે આત્મસંવેદન તે “સ્વવેદન. ચિત્ત એટલે વસ્તુમાત્રનું ગ્રાહક જ્ઞાન અને ચિત્તમાં થયેલ તે ચિત્ત. ભૂતાર્થ ભાવના પ્રકર્ષ પર્યન્તથી થયેલું જ્ઞાન તે “ગિજ્ઞાન અનુમાન: લિંગથી લિંગીનું જ્ઞાન થાય તે. જગતમાં છત્રાદિ ચિહ (લિંગ) જેવાથી તે ચિહ્નો ધારણ કરનાર રાજાદિ નિશ્ચયથી જણાય છે તેમ કેઇ ઠેકાણે જણુતાં ધૂમાદિ ત્રણ પ્રકારના લિંગથી પરોક્ષ રહેલો લિંગી-અગ્નિ તે પણ ત્યાં છે એ નિશ્ચય થાય છે. એ લિંગના ત્રણ પ્રકાર આ છે: અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્યું. તેમાં અનુપલબ્ધિ ચાર પ્રકારે છેઃ વિરૂદ્ધોપલબ્ધિ. દાખલઃ અત્ર શીત સ્પર્શ નથી કેમ કે
અગ્નિ છે. વિદ્ધકાપલબ્ધિ. દાખઃ અત્ર શીત સ્પર્શ નથી કેમ કે
ધૂમ છે, કારણુનુલબ્ધિ.' દાખલેઃ અન્ન ધૂમ નથી કેમ કે અગ્નિ નથી. “સ્વભાવાનુલબ્ધિ.. દાખલેઃ અત્ર ધૂમની ઉપલબ્ધિ નથી
કેમ કે લક્ષણથી જે પ્રાપ્ત થાય તેની ઉપલબ્ધિ નથી. સ્વભાવ” દાખલો: આ વૃક્ષ છે કેમ કે સીતાફળી છે. કાર્ય દાખલઃ અત્ર અગ્નિ છે કેમ કે ધૂમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org