________________
૧૩૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
દીધી. પ્રધાન પાસે સુંદરીએ ગાન આરંભ્યું. રસમાં એક પહેાર જીતી ગયા ત્યાં રાજા સાહેબ પધાર્યાં એટલે પ્રધાનને ઘણા ગભરાટ થયા. તેને પેલી મંજુસના ત્રીજા ખાનામાં પૂર્યો અને શ્રીમતીએ રાજાને ઘરમાં દાખલ કર્યો! રાજાને યમાણેાથી રીઝવતી રહી અને જ્યાં બરાબર ચાર ઘડિ રાત રહી ત્યાં ડોશીમાએ ઘરમહિર આવી ધમ સાણ કરી મૂક્યું. મુખેથી રડવા લાગી કે ‘અલિ મુરખી, જાગ, બારણાં ઉઘાડ. તારા ધણી મરી ગયા. તું રાંડી. આ તેના મરણના કાગળ આવ્યો છે તે વાંચ' અંદરથી સુંદરીએ રડવા માંડ્યું. ઘર બહાર સગાએ આવી પહોંચ્યા. મોટેથી પાક મૂકવા લાગ્યા. અંદર રહેલે રાજા મુંઝાયા, જાણ્યું કે આ તે રંગમાં ભંગ પડ્યો. ડુસકા લેતી સુંદરી એલી કે 'તમારા ફજેતા થશે, તમે પેલી મંજુસમાં છુપાઇ જાઓ, નહિ તેા બહુ ગેરઆબરૂ થશે! કણમણતે મને રાજા મંજુસમાં પેઠી અને સુંદરીએ ચાવી દઇ કેડે ચઢાવી. આવી રીતે ચારે દુરાચારીઓને
એક જ પેટીમાં કેદ કર્યા.
સુંદરીને ઘરે તે સગાએ ભેગા થયા, કાણમાકાણ થઇ અને સર્વે ન્હાયા. રાણીએ રાજાની તપાસ કરવા માંડી, રાજાનેા પત્તો જ મળે નહિ. કોટવાળ, પ્રધાન, પુરાહિત પણ ગેપ થયેલા જણાયા. રાણીએ વખત વૌં, શેઠ વગરપુત્રે ગુજરી ગયા એટલે તે વખતના ધારણ પ્રમાણે રાજ્યમાં તેનું ધન જાય તે લેવા રાજપુરૂષને રાણીએ મેાકલ્યા. ઘરમાંથી સારસાર વસ્તુ લઇ જવાની છે એમ જણાવતા સુંદરીએ કહ્યું ઘરની સર્વે માલમાલ વસ્તુ પેલી મંજીસમાં છે તેને ગાડામાં ઘાલી લઇ જાઓ. રાજસેવકોએ તેમ જ કર્યું. રાણીએ જાણ્યું કે શેઠ પરદેશ જતાં બધી મૂલ્યવાન ચીજો એ પેટીમાં મૂકી ગયા હશે એટલે એકદમ જાતેજ નીચેથી બારણાં ઉઘાડવા માંડ્યા. પહેલા ખાનામાંથી પુરાહિત નીકળ્યા. રાણી ઘણી આશ્ચર્ય પામી. રાણી ખાલી
અરે! તમે અહીં ક્યાંથી ?’ એટલે પુરોહિત કહે ‘તમે બીજું બારણું ઉઘાડો.’ રાણીએ તેમ કર્યું એટલે ત્યાંથી કાટવાળ નીકળ્યો. રાણી વધારે આશ્ચર્ય પામી. રાણીએ ટીકા કરી કે ‘તમે તેા ચારને પકડવા અહીં બેઠા હશે! વારૂ વારૂ ! !'
કાટવાળ તે ઝંખવાણેા પડી ગયા અને ત્રીજું દ્વાર ઉઘાડવા કહ્યું, તેમ કરતાં ત્યાંથી પ્રધાનજી નીકળ્યા. રાણી બેાલી અરે દિવાનજી! તમે તે! દફતર માંડવા માટે આ એકાંત સ્થાનમાં બીરાજ્યા હશે ! ! પ્રધાન જરા પાક્કો હતા. શરમાયા નહિ. રાણીને કહે અમે તે રાજાજી સાથે કાંઇ કામસર ગયા હતા. ચેાથું બારણું ઉઘાડો.' રાણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org