________________
૧૩૪૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. કાપાલિક
પ્રિયાયાદી, કેટલાક ક્રિયાને પ્રાધાન્ય આપનાર મત છે. એના ૧૮૦ ભેદે છે. નવ પદાર્થો જીવાજીવાદિ જાણીતા છે, તેને સ્વ૫ર ભેદે તથા નિત્યાનિત્ય ભેદે અને તેને વળી કાળ, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા સાથે ભેદ પાડતાં ૧૮૦ થાય. એને અસ્તિત્વવાદી કહે છે. દષ્ટાન્ત તરીકે ૧. જીવ છે પિતાથી નિત્ય કાળથી; ૨. જીવ છે પરથી નિત્ય કાળથી; ૩. જીવ છે પિતાથી અનિય કાળથી; ૪ જીવ છે પરથી અનિત્ય કાળથી વિગેરે. આવી રીતે નિયતિ વિગેરે સાથે ભેદ પાડવા. (સૂત્ર ૧ શ્રુ. ૧૧ અધ્યયન) (આચારાંગ ૧. શ્ર. ૧. અ. ૧ ઉ.) તથા જુઓ (સૂત્ર. ૧ શ્ર. ૧૨ અ.). આ મતની સામે “પઢમ નાણું તઓ દયા” વિગેરે સામા સૂત્ર છે. એકલી ક્રિયાને અંધ કહી છે, એકલા જ્ઞાનને પાંગળું કહ્યું છે. આના સંબંધમાં શાસ્ત્રમાં ઘણે વાદ છે. સેનપ્રશ્ન (૧૨૧) માં પણ ઘણું વિગતો છે.
ક્રિયાવાદીના ૧૮૦ ભેદપર વિવેચન કરતાં દર્શન સમુચ્ચયના ટીકાકાર શ્રીસૂત્રકૃતાંગને આધારે કહે છે તે ક્રિયાવાદીઓ જીવાદિનું અસ્તિત્વ કહે છે. તે મરીચિ, કુમાર, કપિલ, ઉલૂક, માઠ૨ વિગેરે છે. ત્યાર પછી ઉપર જણાવ્યા તે ૧૮૦ ભેદ વધારે વિગતથી બતાવ્યા છે. જુઓ ભાષાંતર (વડોદરા સીરીઝ) પૃષ્ઠ ૮-૧૦
ગોવ્રતિક ગાયના વર્તનને અનુસાર વર્તન કરનારા. પોતે પણ તિર્યચોની અંદર જ વસે છે એવી ભાવને ભાવતા ગાયના સમુદાયની સાથે નીકળે છે, ગાયની જેમ વર્તન કરે છે, ગાય ચાલે ત્યારે ચાલે છે, બેસે ત્યારે બેસે છે, ઊભી રહે ત્યારે ઊભા રહે છે અને ભજન કરે ત્યારે તેની માફક તૃણ પત્ર પુષ્પ ફળાદિનું ભજન કરે છે, તો તે गावीहि समं, निग्गमपवेसणाई पकरंति । भुंजंति जहा गाधी तिरक्खवासं વિમાવિંતા (અનુગદ્વાર )
મૃગચારી,
લોકાયતમતી, આ નાસ્તિક મત છે. એ પરભવ કે આત્માને માનતા નથી, મેક્ષ જેવી કેાઈ ચીજ નથી. એનું વિવેચન પ્ર, ૪ ના પ્ર. ૩૧ માં અને આ સાથેના તે પ્રસ્તાવના પરિ. નં ૩ માં છે, ચોખા Materialists હોય તેને આ મતના કહી શકાય. એમને “બાહસ્પત્ય” અથવા “નારિતકી પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org