________________
૧૩૩૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. કરતા ૫ ભવ્યપુરૂષને સંસારીજીવના ચરિત્રમાં લાગેલી વિચિત્ર અવતા. ચરિત્ર કાલ્પનિક હોવાને તેને મનમાં લાગેલે સંભવ, ચરિત્ર પૂર્ણ સાંભળ્યા પછી ખુલાસે મેળવવાનો નિર્ણય
સંસારીજીવ પિતાનું ચરિત્ર ઉપર પ્રમાણે કહેતો હતો તે વખતે ભવ્યપુરૂષ મનમાં ઘણે વિસ્મય પામીને વિચાર કરતો હતો કે -
અહો ! આ ચાર (સંસારીજીવ) જે વાત કરે છે તે તે તદ્દન વિચિત્ર લાગે છે, ઘણી રીતે અસંભવિત જણાય છે, તદ્દન અપૂર્વ છે અને લોકેના દરરેજના માર્ગથી તદ્દન વેગળી છે; વળી તે વાત છે કે હૃદયનું આકર્ષણ કરનારી છે છતાં મને તે બીલકુલ અપરિચિત જેવી, ઘણું ઊંડી અને પ્રસિદ્ધ રીતે ન સમજાય તેવી જણાય છે તેથી એ વાતમાં રહેલું રહસ્ય મારા સમજવામાં કાંઈ બરાબર આવતું નથી. એ વાતમાં ઘણું ઘણું જાતનાં સવાલો ઉત્પન્ન થાય છેઃ દાખલા તરીકે એણે પ્રથમ તે એમ કહ્યું કે અસંવ્યવહાર નગરમાં તે એક કુટુંબી તરીકે વસનારે હતા, ત્યાં તે પોતાની સ્ત્રી ભવિતવ્યતા સાથે અને તે કાળ રહ્યો અને ત્યાર પછી કમૅપરિણામ મહારાજાના હુકમથી ત્યાંથી તે બહાર નીકળ્યો. ત્યાર પછી એકાક્ષપશુસંસ્થાનમાં અને બીજા અનેક સ્થાનમાં ઘણું દુઃખ ભગવતો તે બહુ ભટક. વળી તેણે સાથે એમ કહ્યું કે અનંતા કાળ સુધી અનેક સ્થાનમાં તેની ભાર્યા (ભવિતવ્યતા)એ તેને ભમાવ્યો, રખડાવ્યો અને તેની પાસે અનેક પ્રકારના ખેલ કરાવ્યા. વળી તેજ સ્ત્રીએ તેની પાસે નંદિવર્ધનનું રૂપ લેવરાવ્યું, ત્યાર પછી રિપુદાર તરીકે તેને રખડાવ્યો અને છેવટે વામદેવ તરીકે તેની પાસે નાટક કરાવ્યું. વળી એ ચોર કહે છે કે દરેક વખત વચ્ચે અનંતો કાળ ગયો અને તેમાં પણ તેની પાસે તે ભાર્યાએ અનંત પ્રકારનાં નવાં નવાં રૂપે કરાવ્યાં, નાચે નચાવ્યા અને દુઃખ સહન કરાવ્યાં. વળી સર્વથી વધારે નવાઈ જેવી
૧ ચરિત્ર તો એક જ છે, પણ દરેક તેની હકીકત પોતપોતાના ક્ષયોપથમ પ્રમાણે સમજે છે. આ સ્થિતિ સ્પષ્ટ સમજાય તેવી છે. વાંચનાર પોતે પણ તેજ પરિસ્થિતિમાં છે એ લક્ષ્યમાં રાખવું.
૨ જુએ પ્રસ્તાવ ૨. પ્ર. ૭. ૩ જુઓ પૃ. ૩૦૮.
* કર્મપરિણામ રાજાના વર્ણન માટે જુઓ પ્રસ્તાવ ૨. પ્ર. ૨. ને પ્રથમ વિભાગ.
૫ ત્રીજી પ્રસ્તાવને નાયક, ૬ ચોથા પ્રસ્તાવને નાયક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org