________________
પ્રકરણ ૨૨] વામદેવના હાલહવાલ.
૧૩૩૩ મેં જવાબમાં કહ્યું “પિતાજી! આપ તે રાત્રે આપના મિત્રને ત્યાં ગયા અને આપ ગયા તેથી હું એકલે પડયો: આપના વિરહની વેદનાથી મને જરા પણ ઉંઘ ન આવી; પછી તો મારી પથારીમાં આમથી તેમ અને તેમથી આમ અનેક પછાડા મેં ઘણું વખત સુધી માર્યા. પછી જ્યારે થોડી રાત્રી બાકી રહી ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે દુકાનમાં જે પથારી પાથરવામાં આવી છે તે પિતાજીના
સ્પર્શથી ઘણું પવિત્ર થયેલી છે તેમાં મને જરૂર ઉંઘ આવશે, બીજી જગે એ ઊંઘ આવે તેમ લાગતું નથી. એવો વિચાર કરીને હું દુકાને આવ્યો અને જોઉ છું તો અહીં ચરોએ આ સ્થિતિ ઊભી કરેલી દેખાઈ. એટલા માટે મેં હાહાર કરી સર્વને હકીકત જણુંવી.”
ઉપર પ્રમાણે બરાબર બનાવી બંધબેસતી વાત મેં કહી તે વખતે રખેવાળે-ચોકીદારો અંદર અંદર વિચાર કરવા લાગ્યા કે ખરેખર! આ વામદેવ ખરે હરામખેર છે, મહા સેતાન છે, પાકો ચોર છે! એની બેલવાની ચતુરાઈ અને જાળ પાથરવાની શક્તિ ભારે જબરી છે! અરે તેની વાચાળતા કેવી ભારે છે ! અહાહા ! એનું ધૂતારાપણું મહા ભારે છે! એના જેવો કૃતઘ્રી તે કઇક જ હશે! એને વિશ્વાસઘાત તે કેાઈ ભારે બળવાનું જણાય છે! આવો વિચાર કરીને તેઓએ શેઠને જણાવ્યું કે, “શેઠ સાહેબ! તમે જરા પણ ચિંતા કરશે નહિ અને મનમાં જરાએ આકુળવ્યાકુળ થશો નહિ. અમને એ ચેરને પત્તો લગભગ લાગી જ ગયો છે.”
આ પ્રમાણે તેઓ બોલ્યા અને ત્યાર પછી આશયપૂર્વક તેઓએ મારી તરફ એક અર્થસૂચક નજર ફેંકી. મારા મનમાં તે વખતે બીક લાગી કે તેઓ મને બરાબર પારખી ગયા છે. એ ચોકીદારનાં મનમાં એમ આવ્યું કે આ હરામખોરને બરાબર મુદ્દામાલ સાથે જ પકડવો કે જેથી એ અંદરથી નીકળી જવાનો પ્રયત્ન જ કરી શકે નહિ. તેઓએ માત્ર મારી પછવાડે હું ન જાણું તેમ મારી હીલચાલ પર નજર રાખનાર ગુપ્ત ચોકીદારને મૂકી દીધા. મારા મનમાં તો તે આખો દિવસ અનેક સંકલ્પવિકલ્પ થયા જ કર્યા. ચોકીદારે મને ઓળખી ગયા હશે કે નહિ એ વાત મારા મનમાં વારંવાર આવ્યા કરતી હતી.
૧ ચોરીના ગુન્હામાં મુદ્દામાલ સાથે પકડવાથી પુરાવાની જરૂર પડતી નથી, નહિ તે ચેરી સાબીત કરવામાં ઘણું મુશ્કેલી પડે છે. ખાસ કરીને ચાર દેખીતી રીતે આબરૂદાર હોય ત્યારે તે કાર્ય લગભગ અશક્ય જેવું લાગે છે,
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org