________________
પ્રકરણ ૨૦] વિમળા દીક્ષા.
૧૪૩ મુંઝવી રહેલા છે, તેના નિવારણ માટે આ જૈન શાસનરૂપ સ્થાન જ ઘણું સારું છે, ભયવગરનું છે અને હેરાનગતિનો સર્વથા અભાવ કરાવી શકે તેવું છે. જે પ્રાણીઓ આ તત્ત્વરહસ્ય સમજ્યા હોય, જેઓ એ ભયથી ત્રાસ પામ્યા હોય અને જેઓ તેનાથી મુક્ત થવા ઈચ્છતા હોય તેઓએ આ નિર્ભય સ્થાનમાં પ્રવેશ કરવો સારે છે અને તે રાજન ! એમ કરવામાં એક ક્ષણવાર પણ ઢીલ કરવી યુક્ત નથી; તેથી કાળફટ જેવા ભયંકર ઇંદ્રિયના વિષયને છોડી દો અને આ દિવ્ય પ્રશમ સુખરૂપ અમૃતનું પૂરેપૂરું પાન કરે.”
ધવળરાજનો શુભ આશય, પ્રતાપથી પરિવારને વિકાસ,
રાજાના મત સાથે સર્વ સંમત, ઉપર પ્રમાણે હકીકત કહી રહસ્ય સમજાવી બુધસૂરિ મૌન રહ્યા એટલે ધવળરાજે આશયપૂર્વક વિમળકુમાર સામું જોયું અને પોતે સહજ હોં મલકાવ્યું, વળી તે જ વખતે ચોક્કસ આશયપૂર્વક સર્વ સભાજનો તરફ પણ નજર કરી. એ તરફ નજર નાખ્યા પછી તેણે (ધવળરાજે) બોલવા માંડ્યું: “અરે લોકો ! મહાત્મા બુધ ભગવાને આપણને સર્વને ઉપદેશ આપ્યો તે તમે સર્વેએ સાંભળ્યો છે? તમારાં સર્વનાં ચિત્તમાં તે ઉપદેશ લાગે છે? તેમનું વચન તમારાં મન ઉપર ચોટયું છે?”
એ વખતે કમળનો આ સમૂહ જેમ સૂર્યના પ્રતાપથી (આકરા તાપથી) વિકાસ પામે તે પ્રમાણે બુધસૂરિ રૂપ સૂર્યના પ્રતાપ (તેજ)થી સર્વ પરિવાર વિકાસ પામ્યો અને તેઓનાં મુખપર આનંદ છવાઈ રહ્યો, તેઓએ ભક્તિથી હાથ જોડ્યા અને કપાળ સુધી તેને લઈ આવી મસ્તક નમાવીને સર્વ કે એક સાથે નીચે પ્રમાણે જવાબ આપવા લાગ્યા–“દેવ! અમે આ મહાત્માનાં વચન બહુ સારી રીતે ધ્યાન આપીને સાંભળ્યા અને આપ મહા ભાગ્યવાનના પ્રસાદથી તે વચનામાં રહેલે સુંદર ભાવ અમે જાણો પણ ખરે; અમારાં મન અત્યાર સુધી અજ્ઞાનરૂપ અંધકારથી છવાઈ રહેલાં હતાં તેને આ મહાત્માએ અંધકાર દૂર કરીને પ્રકાશમાન કર્યા અને અમે સર્વે મિથ્યાતત્વના ઝેરથી ઝેલાં ખાતાં હતાં તે સર્વના ઉપર અમૃતસિંચન કરીને અમને સને જીવતર આપ્યું. ઉપકારી મહાત્માએ જે વચન કહ્યાં તે અમને સર્વને બરાબર પરિણુમ પામ્યાં છે, અમારે ગળે એ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org