________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
માર્ગાનુસારિતાએ મને જવામ આપ્યો કે શું તેં આ નગર જોયું નથી ? એ સાત્ત્વિકમાનસ નગર નામે ઘણા કાળથી પ્રસિદ્ધ છે, એ નગરની અંદરથી જે પર્વત નીકળે છે તેનું નામ વિવેકપર્વત છે અને એ પર્વતની ઉપર જે સુંદર નગર દેખાય છે તેનું નામ જૈ નપુર છે. તું તેા બધી હકીકતના સાર સમજે છે છતાં આવા સવાલ તેં કેમ કર્યાં? ”
૧૩૦૦
માર્ગાનુસારિતા એ પ્રમાણે વાત કરતી હતી તે વખતે એક બીજો ઘણા ધ્યાન ખેંચનારા બનાવ બન્યો તે હકીકત આપ સાંભળે. એક રાજપુત્રના આખા શરીરે શ્વા વાગ્યા છે, તેને લીધે તે ઘણા વિહ્વળ થઇ ગયેલ છે, બીજા માણસે તેને ઉપાડીને અન્યત્ર લઇ જાય છે અને તેની ચારે બાજી પુરૂષ! વીંટળાઇ વળેલા છે—આવેશ એક રાજપુત્ર અમારા જોવામાં આવ્યા. એને જોતાંજ પિતાજી ! મેં મારી માસીને પૂછ્યું “ અરે માતાજી! આ રાજપુત્ર જેવા લાગતા પુરૂષ કાણુ છે? એના ઉપર સખ્ત ઊંડા ઘા કાણે કર્યાં છે? એને ક્યાં લઇ જવામાં આવે છે? અને એની સેવામાં કોણ કોણ છે? એ સર્વ મને અરાખર જણાવે !”
ઘવાયલે
રાજપુત્ર.
માર્ગાનુસારિતાએ મને જવાબ આપ્યો “અહીં ચારિત્રધર્મ નામના રાજા છે, તેને તિધર્મ નામના એક પુત્ર છે, એ યતિધર્મને પ્રખ્યાત પરાક્રમવાળા આ સંયમ નામના માસ છે. વાત એમ છે કે એના મેટા શત્રુઓ મહામેાહ વિગેરે છે જેઓ ઘણા દુષ્ટ અને ભયંકર છે. તેમણે એને એક વખત એકલા જોયા એટલે લાગ જોઇને એને ખૂબ માર્યો. તે વખતે શત્રુઓ ઘણા હેાવાથી અને તે એકલા હાવાથી એણે ઘણા પ્રહારો ખાધા અને એને લઇને આખે શરીરે તે જર્જર થઇ ગયા અને અત્યારે એને એના લશ્કરીએ પાછે લ
સંયમને પૂ
લે। માર.
૧ એનું વિસ્તારથી વર્ણન પ્રુ. ૪. પ્ર. ૩૩ માં થઇ ગયું.
૨ વિવેક પર્વતનું વર્ણન સદર પ્રકરણમાં પૃ. ૧૦૪૭ થી ગઇ ગયું તે જુએ. ૩ જૈનપુર વર્ણન સદર પ્રકરણમાં પૃ. ૧૦૪૯ થી શરૂ થાય છે.
૪ જીએ પ્ર. ૪, પ્ર. ૩૪. પૃ. ૧૦૫૮,
૫ જુએ પ્ર. ૪. પ્ર. ૩૫ રૃ. ૧૦૬૬.
૬ યતિધર્મના પરિવારમાં દશ માણસેા છે તેમાં છઠ્ઠો સંયમ નામના છે. એનું વર્ણન સદર પ્રકરણમાં રૃ. ૧૦૭૩ થી શરૂ થાય છે એ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org