________________
૧૨૯૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ છે બધે સનેહ બતાવ્યો છે અને સર્વ પાછળની હકીકત એટલી સ્પષ્ટ રીતે કહી બતાવી છે કે જાણે તે સર્વ બનાવ બરાબર પ્રત્યક્ષ બન્યા હોય તેમ મને લાગે છે. હવે તે તું પોતે મને જણાવી દે કે મારે તારે માટે શું કરવું ઉચિત છે. તું જે કહીશ તે આ તારે તાબેદાર પ્રાણી (હું પિત) કરવા તૈયાર છે, કારણ કે તે મને સનેહથી વેચાણ લઈ લીધે છે.”
બાળા ભુજંગતા–“હે નાથ ! તમારે હાલ તો એક જ વાત કરવાની છે અને તે એ છે કે અત્યાર સુધી જેમ પૂર્વ કાળમાં તમે તમારા મિત્ર ઘાણની લાલનપાલના કરી હતી તે જ પ્રમાણે તમારે હવે પણ કર્યા કરવી. એ પ્રાણ તમારે જુને મિત્ર છે તેને તમારે વિસરી જવો નહિ.”
મન્દ–“અહો કમળમુખી સુંદરી! એ પ્રાણુભાઇનું લાલનપાલન કેવી રીતે કરવું તે સર્વ હકીક્ત તું મને વિસ્તારથી નિવેદન કર.” ભુજંગતા–“જુઓ મારા નાથ! એ તમારે મિત્ર હમેશા સુ
ગંધમાં લુબ્ધ રહેનારે છે, માટે સુગંધી-દ્રવ્યથી એનું જાળ પાથરી. લાલનપાલન કરે એને સુખડ, અગરૂ, કપૂર, કસ્તુરી ઉપાય દર્શન. અને કેસરચુર્ણથી મિશ્ર સુગંધી વિલેપન ઘણું રૂ
છે; વળી એલાયચી, લવીંગ, કપૂર અને બીજાં સુગંધી ફળ અને દ્રવ્યોથી સુંદર પાનપટ્ટી બનાવેલી હોય તે એને ઘણી ગમે છે. જે પદાર્થોમાંથી સુગંધીવાળે મઘમઘાયમાન થતો ધૂપ નીકળતો હોય છે તે તથા સુગંધી દ્રવ્યની ગુટિકાઓ મેંઢાશીંગી જેવા જે પદાર્થો, સુગંધી ફૂલેની જાતિઓ અને ટુંકામાં કહીએ તે જે વસ્તુઓમાં થોડી પણ સુગંધી હોય છે તે બધી એને ઘણી વહાલી લાગે છે, તેના પર એનું ઘણું ખેંચાણ રહે છે અને તેના ઉપર એની રૂચિ બહુ હોય છે. વળી એક બીજી પણ વાત કહી દઉ: એને દુગંધી વસ્તુનું નામ પણ ગમતું નથી, તેથી જે એને જેમ સુખ થાય એમ કરવા સંબંધી નિશ્ચય હોય તો એવી વસ્તુઓનું નામ પણ તેનાથી દર છોડી દેવું. હે નાથ ! આવી રીતે સુગંધી વસ્તુઓનો આદર કરીને અને દુર્ગધી વસ્તુઓને દૂરથી છોડી દઈને તમે એ તમારા પુરાણ મિત્રનું લાલનપાલન કરો; એથી એનું લાલનપાલનકાર્ય તમને ઘણું સુખનું કારણ થઈ પડશે. આવી રીતે પ્રાણુની સાથે જ્યારે આપ વર્તન કરશે અને તેનું લાલનપાલન કરશે ત્યારે તમારા મનમાં જે સુખ થવાનો સંભવ રહે છે તેનું તે વર્ણન જ થઈ શકે તેમ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org