________________
૧૨૮૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૫ નગરમાં કર્યો? અથવા તે સાહેબ! આપને અંદરથી આપોઆપ બંધ થઈ આવ્યું? (મતલબ શું આપ સ્વયંબુ છે?) મહારાજ ! અમારા સૌનું હિત કરવાની ઈચ્છાથી એ સર્વ હકીકત આપ મને વિસ્તારથી કહે અને અમારી જિજ્ઞાસા તૃપ્ત કરે.”
ઉપરના સવાલોના જવાબ આપતાં બુધસૂરિ બોલ્યા-“સાધુ પુરૂપિએ પોતાસંબંધી આત્મકથા ન કરવી એવી શાસ્ત્રાજ્ઞા છે, કારણ કે આત્મકથા કરવાની ટેવ પરિણામે લઘુપણું લાવે છે. મને એમ લાગે છે કે મારું આત્મચરિત્ર તમારી પાસે કરવાથી મારી પણ લઘુતા થશે, કારણ કે સ્વચરિત્ર કહેતાં તે અનિવાર્ય છે, માટે તેનું કીર્તન કરવું ઈષ્ટ નથી.”
મહાત્મા બુધસૂરિ આવો જવાબ સાંભળીને ધવળરાજ સુરીશ્વરના બન્ને પગમાં પડ્યા અને વારંવાર આગ્રહ કરીને તે હકીકત પૂછવા લાગ્યા. ધવળરાજનો આવો અત્યંત આગ્રહ હોવાથી તેમજ આ વાત દરમ્યાન સભામાં બેઠેલા સર્વ લેકેને પણ એ ચરિત્ર સાંભળવાનું કહળ બહુ વિશેષ પ્રકારે થયેલ હોવાથી સૂરિમહારાજ બોલ્યા“રાજન્ ! લકે! તમને જે એ હકીકત સાંભળવાની ઘણી જ જિજ્ઞાસા થઈ છે તો તમારા અત્યંત આગ્રહથી મારી આત્મકથા તમને કહી સભળાવું છું તે સર્વ સાંભળે –
બુધચરિત્ર, પરિવાર પરિચય.
ધરાતળનગરે.
વિમલમાનસનગરે. શુભાભિપ્રાય.
માગનુસારિતા. ધિષણ.! નિજ
શુભાવ૫ાક,
અશુભવિપાક. સાત,
પરિણતિ.
ધિષણા.
વિચાર
૧ સ્વયંભુદ્ધઃ કેઈના બધ-ઉપદેશની અપેક્ષા રાખતા નથી. અંતરઆત્મા - ગૃત હોવાથી પોતે વસ્તુસ્થિતિ સમજી જાય છે. સ્વયં બુદ્ધ અવારનવાર થઈ આવે છે.
૨ આ ચરિત્રમાં જે નામ આવે છે તે ચોથા પ્રસ્તાવમાં આવેલ વિચક્ષણચાર્યના ચરિત્રનાં નામો સાથે ઘણું સામ્ય ધરાવે છે. એ ચરિત્ર ત્યાં પ. ૭૬૩ થી શરૂ થાય છે. સરખામણી સાર અહીં નટમાં તે પ્રસ્તાવનાં નામો બતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org