________________
પ્રકરણ ૧૩] બુધસૂરિ-સ્વરૂપદર્શન.
૧૨૪૩ થી થાકી ગયેલા છે છતાં પરમાર્થનજરે તેઓ ખેદ અને થાકથી રહિત છે એમ સમજવું. આ પ્રમાણે છેવાથી હે રાજન્ ! તમે સર્વે ખેદથી થાકી ગયેલા છે અને
હું તે બેદરહિત છું એમ મેં અગાઉ જણાવ્યું હતું. (૫). સંસારી પ્રાણીઓને ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લાભ
એ ચાર પ્રકારના આખા શરીરને તપાવનારા, અંતઃકરતાપ-તડકે, ણના ઊંડાં, બહુ આકરા, હેરાન કરનારા, ત્રાસ આપનાર
તાપ છે. એ સંસારી પ્રાણીઓનાં શરીર પર ચંદનનાં વિલેપન કરેલાં હોય અને બહારની નજરે તેઓ તદ્દન ઠંડા લાગતા હોય તો પણ એ ક્રોધ માન વિગેરેથી તેઓ નિરંતર બળી કળી જતા હોય છે. એક એક મનોવિકાર અંદરખાનેથી તાપ કરે છે તે જરા લક્ષ્ય આપવાથી સમજાશે. હવે બીજી બાજુએ સાધુઓને અવેલેકશો તે તમને જણાઈ આવશે કે તેઓનાં મન તદ્દન શાંત થઈ ગયેલાં હોય છે, તેઓનાં મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર હોતો નથી, તેઓને ઉપર દર્શાવેલા ચાર પ્રકારમાંથી કોઈ પ્રકારનો તાપ હેતો નથી અને તેઓ પાપનું નિકંદન કરનારા હોય છે. એવા મહાત્માઓ ખરે બપોરે તડકે તપસ્યા કરતા હોય કે ઉઘાડે માથે ફરતા હાય, કાઉસગ્ગ મુદ્રાએ સ્થિત હોય કે વિહાર કરતા હોય અને બાહ્ય નજરે તાપથી–તડકાથી પીડા પામતા દેખાતા હોય તે પણ પરમાર્થેથી તેઓને તાપ દૂર ગયો છે એમ સમજવું. આ પ્રમાણે હકીકતનો મેં જાતે અનુભવ કરેલ હોવાથી તમે સર્વે તડકાથી પીડા પામેલા છે અને હું તાપથી રહિત છું એમ મેં છાતી ઠોકીને તમારી પાસે કહ્યું હતું. સાધારણ રીતે કોઢના વ્યાધિમાં શરીરમાં જીવાત (કર
મીઆ) થઈ આવે છે, હાથ પગમાંથી કોઢ ગળે છે કષ્ટ-કેહ,
| (જે ચીકાશવાળો પદાર્થ હોય છે), નાક ઉપર તે નિશાની પાડી તેને બેસાડી દે છે અથવા તેને નાશ કરે છે, અવાજને ઘેઘરે બનાવે છે, હાથ અને પગનાં આંગળાંઓને ધીમે ધીમે બુઠાં બનાવી નાખે છે એ તમારા જેવામાં આવ્યું હશે. હે રાજન ! મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org