________________
પ્રકરણ ૧૩] બુધસૂરિ-સ્વરૂપદર્શન,
૧૨૪૧ સ્વસ્થ મનને લઈને તેઓ ખરેખરા ધરાયલા જ છે એમ સમજવું. આ પ્રમાણે હોવાથી એ હકીકતનો વિચાર કરીને મેં તે વખતે તમને સર્વને ભૂખ્યા ડાંસ જેવા કહ્યા હતા અને હે ધરાનાથ! (રાજન્ !) મારા આત્માને મેં તૃપ્ત કર્યો હતો. મારા ઉપરથી તમારે સર્વ યોગ્ય આચરણવાળા સાધુસમુદાયને સમજવાના હતા અને તમારા ઉપરથી સંસારમાં વસનાર ધનધાન્યવિષયકષાયપરિગ્રહમાં આસક્ત ગૃહસ્થને સમજવાના હતા. આ
હકીકત હવે તમારા સમજવામાં બરાબર આવી હશે. (૩). જે ભાગે ન મળ્યા હોય, જે ભેગે પ્રાપ્ત થયા ન
હોય, તેને મેળવવાની અભિલાષા ભાવકંઠ (ગળ)ને તુષા-તરસ, શેષણ કરનારી હોવાથી તેને તરસ કહેવામાં
આવે છે, જૈનધર્મથી જે પ્રાણીઓ બહાર હોય છે તેઓ કદાચ પાણી પીધા જ કરતા હોય તો પણ એવા પ્રકારની તરસથી તે તરસ્યા જ છે એટલે કે નવા નવા પ્રકારના વિષયભેગો મેળવવાની તેઓનાં મનમાં પ્રબળ ઈછા અને અભિલાષા નિરંતર રહેલી જ હોય છે એટલે તેઓનું ભાવગળું તે શેષાયા જ કરતું હોય છે. હવે જે બીજી બાજુએ મુનિમહારાજાઓના સંબંધમાં વિચાર કરશે અથવા અવેલેકન કરશો તો તમને જણાશે કે એ મહાત્માઓ ભવિષ્યમાં મેળવવાના ભેગોના સંબંધમાં તદ્દન ઈચ્છા-સ્પૃહા વગરના હોય છે તેથી
સ્થળ જળ તેમને મળતું હોય કે ના મળતું હોય તો પણ વાસ્તવિક તરસથી તો તેઓ તદ્દન દૂર જ રહેલા છે એમ
સ્પષ્ટ દેખાઈ આવે છે. ભેગ ભેગવવાની અભિલાષા કેવું કામ કરે છે અને પ્રાણુને કેવા બેબાકળા બનાવે છે તે જરા વિચારપૂર્વક જોવા જેવું છે. આ પ્રમાણે હેવાથી હે રાજન્ ! તમે સર્વે તરસ્યા છે અને હું નથી એમ
મેં તે વખતે સર્વને પિકારીને જણાવ્યું હતું. “ (૪). આ સંસારની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ અને
તેને છેડે ક્યાં અને ક્યારે આવશે તેને કાંઈ પત્ત રસ્તાને ખેદ નથી; એ સંસારમાર્ગ સેંકડે દેષરૂપ ચેરીથી આ
કુળવ્યાકુળ છે, આ રસ્તો ઘણે વસો છે, વિષયરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org